Abtak Media Google News

 વિવાદિત સબજેલ ફરી વિવાદમાં: ટેલીફોનીક વાત કરવા અને હેરાનગતિ નહી કરવાના બદલામાં 3500 લીધા

જેલ ના કેદી ને ટેલીફોન થી વાત કરવાની સુવિધા આપવા તથા જેલ માં હેરાનગતિ નહી કરવા માટે  મંગાયેલી લાંચ ના છટકા મા  સબજેલ ના હવાલદાર ને એસીબી દ્વારા ઝડપી લેવાતા સનસની  સાથે બહુ વગોવાયેલી જલ્સાજેલ ફરી ચર્ચિત બની છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ  બેંક સત્તાધીશો દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદ અન્વયે ફરિયાદી ગોંડલ ની સબજેલ મા હતા ત્યારે તેની પાસે થી જેલ નાં હવાલદાર જગદીશભાઈ ભીખનભાઇ સોલંકી એ જેલ ના ટેલીફોન માથી એક થી વધુ વખત વાત કરવા ની સુવિધા આપવા તથા જેલ માં હેરાનગતિ નહી કરવા ના બદલા મા અવેજપેટે રુ.3,500 માંગ્યા હોય આ અંગે એસીબી કચેરી નો સંપર્ક કરી ફરિયાદ કરતા એસીબી ના મદદનીશ નિયામક વી.કે.પંડયા ના માગઁદશઁન હેઠળ પીઆઇ.અજયસિહ ગોહિલ અને સ્ટાફ દ્વારા ગોઠવાયેલા છટકા મા લાંચ લેતી વેળા હવાલદાર જગદીશભાઈ સોલંકી ઝડપાઇ જતા કાયઁવાહી હાથ ધરી હતી.

થોડા સમય પુર્વે સબજેલ માથી મોબાઇલ જડપાયા હતા.એ પહેલા ગેગસ્ટર નિખિલ દોંગા ના જેલ મા સામ્રાજ્ય ને કારણે સબજેલ ખાસ્સી ચર્ચિત બનવા પામી હતી.એ સમય ના જેલર પરમાર સામે પણ હપ્તા સહીત ની ફરીયાદો ઉઠતા જેલર સામે ગુજસીટોક નો ગુન્હો નોંધાયો હતો.આમ છેલ્લા કેટલાક સમય થી વિવાદીત બનવા પામેલી સબજેલ ના હવાલદાર લાંચ લેતા ઝડપાઇ જતા ચકચાર જાગી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.