Abtak Media Google News

ખાંભા નજીક આવેલી નદીના  પટમાંથી  બે દિવસ પહેલા  મહિલા અને પુરૂષનો  કોહવોયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા જેના વાલીવારસની શોધખોળ માટે પોલીસે  તજવીજ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી  પ્રાપ્ત વિગત મુજબ ખાંભા ગામ પાસે     ધાતરડી નદીમાં આવેલા  ખુલ્લા પટમાંથી અજાણ્યા  મહિલા અને  પુરૂષની  કોહવાયેલી લાશ મળી આવતા  ચકચાર મચીજવા પામ્યો છે. જેના કારણે પોલીસે બંને  મૃતદેહની  ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી પેનલ પીએમ કરાવવા મૃતદેહ ભાવનગર મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મૃતક  પુરૂષની ઉમર આશરે 40 થી 45 વર્ષની છે. તેને સફેદ કલરની ડિઝાઈન વાળો શર્ટ પહેરેલો છે. મૃતક  પુરૂષના જમણા હાથમાં વાંસળી અને દિલ ત્રોફાવેલ છે.જયારે મૃતક  મહિલાની ઉંમર આશરે 35 થી 40 વર્ષની છે.તેણીએ લીલા કલરની સાડી પહેરેલી છે.

ખાંભા પોલીસે બંનેના  વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. ઉપર જણાવેલ ઓળખાણ મુજબ મૃતકોના  વાલીવારસની જાણ થાય તો ખાંભા પોલીસ મથકનો સંપર્ક કરવા માટે યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.