Abtak Media Google News

જામનગરમાં નીલકમલ સોસાયટી સામે આવેલી વરસાદી પાણીની કેનાલમાં માતા-પુત્ર પડી જતાં તણાયા હતાં. ફાયરબ્રિગેડના જવાનોએ પુત્રને બચાવી લીધો હતો. જયારે માતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

રણજીતસાગર રોડ પર નીલકમલ સોસાયટી સામે આવેલી વરસાદી પાણીની કેનાલમાં ગત શનિવારે રાત્રીના 10 વાગ્યા આસપાસ માતા અને પુત્ર અકસ્માતે પડી જતાં પાણીમાં તણાયા હતાં. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને બાળકને બચાવી લઇ સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જયારે માતાની શોઘખોળ હાથ ધરી હતી. કલાકો સુધી શોઘખોળ કરવા છતાં માતાની કોઇ ભાળ મળી ન હતી. વરસાદની પાણીની કેનાલમાંથી પાણી સીધું તળાવમાં આવે છે. ત્યારે માતાની કોઇ ભાળ ન મળતાં અનેક સવાલ ઉઠયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.