Abtak Media Google News

મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2021-22 અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલકત વેરા તથા વોટર ચાર્જની રકમ ભરપાઈ કરનાર મિલકત ધારકો માટે તા.17/5/2021 થી તા.30/6/2021 સુધી રીબેટ યોજના જાહેર કરવામાં આવેલ છે જે પૈકી તા.14/6/2021 સુધીમાં 32,881 મિલકત ધારકોએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે એ વેરા વળતર યોજના પેટે જામનગર મહાનગરપાલિકા અને મિલકત વેરામાં રૂ.11.08 કરોડ અને વોટર વર્ક ચાર્જમાં રૂા.1.71 કરોડ મળ્યા છે અને હાલ રૂ.95.99 લાખનું રિબેટ આપવામાં આવ્યું છે.

રિબેટ મેળવવા 32,881 મિલ્કત ધારકોએ એડવાન્સ ટેક્સ ભર્યો

આ રિપોર્ટ યોજના અંતર્ગત મિલકતવેરામાં 21,335 લાભાર્થીઓએ રૂા.77.16 લાખ તથા વોટર ચાર્જમાં 11,547 લાભાર્થીઓએ રૂા.18.82 લાખનું રીબેટ મેળવેલ છે.જ્યારે આ યોજના વર્ષ 2021-22ની રીબેટ યોજના તા.30/6/2021 સુધી જ હોય તો શહેરીજનોને એ વેરા વળતર યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ચાલુ વર્ષ દરમિયાન રેન્ટબેઇઝ પદ્ધતિ મુજબ બાકી રહેતી મિલકતવેરા વોટરચાર્જની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી તેમજ કાર્પેટબેઇઝ પદ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકતવેરા વોટર ચાર્જની રકમ ઉપર 50 ટકા રાહત યોજના પણ ચાલુ છે.જ્યારે વ્યવસાય વેરામાં સો ટકા વ્યાજ માફી યોજના ચાલુ હોય બાકીદારોને આ યોજનાનો લાભ લેવા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.

જ્યારે વેરા મહાનગર પાલિકાના મુખ્ય વિભાગ, ત્રણેય શરૂ સેક્શન રણજીત નગર અને ગુલાબ નગર સિટી સેન્ટર પર અને શહેરમાં આવેલી એચ.ડી.એફ.સી બેંક, નવાનગર બેંક, આઇડીબીઆઇ બેન્ક કોટક મહિન્દ્રા બેંકની તમામ બ્રાન્ચ મોબાઈલ ટેક્સ કલેક્શનમાં સ્વીકારવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.