Abtak Media Google News

જુનાગઢમાં ઓટો રિક્ષામાં દેશી દારૂની ખેપ મારતા એક શખ્સને ઝડપી પાડી, રૂ. ૧.૩ લાખનો  મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જુનાગઢ તાલુકા પોલીસે સાબલપુર બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી જીજે ૧૧ યુયું ૧૯૮૭ નંબરની રીક્ષા રોકી તલાસી લેતા તેમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો, આથી પોલીસે રિક્ષા ચાલક સતીશ શાંતિભાઈ ડાભીને રીક્ષા તથા દેશી દારૂ મળી કુલ રૂ ૧.૩ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે આ કામનો અન્ય આરોપી ચેતન કલ્પેશભાઈ સોલંકી હાજર મળી આવેલ ન હોય તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.