Abtak Media Google News

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો  ઉપસ્થિત 

જૂનાગઢમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રૂ. 4155 કરોડના જૂનાગઢ,  ગિર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિકાસ કામોના ખાતમૂર્હુત  કરાયા હતા. આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, રાજયના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સહિતના ઉપસ્થિત રહેલ હતા.

જૂનાગઢની  વડાપ્રધાનની સભામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કુટિર ઉધોગ મંત્રી જગદિશભાઇ વિશ્વકર્મા, પશુપાલન મંત્રી દેવાભાઇ માલમ, વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, રમેશભાઇ ધડુક, ધારાસભ્ય  જવાહરભાઇ ચાવડા, બાબુભાઇ બોખરિયા, જૂનાગઢમાં મેયર ગીતાબેન પરમાર, જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારિયા, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂબેન પરમાર, મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના મહાનુભાવો તથા જૂનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદર જિલ્લાની પ્રજાજનો ઉપસ્થિત રહેલ.

જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ  જીલ્લાને મળશે વિકાસકાર્યોની ભેટ જૂનાગઢમાં આગામી સમયમાં અનેક સુવિધાઓનો વધારો થશે જેમાં વંથલી અને મેંદરડા ભાગ-2 પાણી પૂરવઠા યોજનાની સાથે નાબાર્ડની RIDF યોજના અંતર્ગત બિયારણ, ખાતર અને કૃષિ પેદાશોના સંગ્રહ માટે ગોડાઉનની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.આ સાથે પોરબંદરમાં રૂ.  546 કરોડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તેમજ માધવરપુર ખાતે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસકાર્યો અને કુતિયાણા જુથ ભાગ-2 પાણી પુરવઠા યોજના સહિત અન્ય વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.  ગીર સોમનાથ જીલ્લામાં માઢવાડ, સુત્રાપાડા અને વેરાવળની રૂ. 834.12 કરોડની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.