Abtak Media Google News

બન્ને આરોપીના એક દિવસના રીમાન્ડ મંજુર

તાજેતરમાં જુનાગઢ શહેરના પોષ વિસ્તાર એવા જલારામ સોસાયટી પાસે આવેલ નિર્મદેશ્વર મહાદેવના મંદીર પાસે તિરૂપતિ એપાટેમેનના ગ્રાઉન્ડમાં ખાનગી ફાઈનાન્સ કંપની માં નોકરી કરતા અને જલારામ સોસાયટી દુર્વેશ નગરમાં ભાડાના મકાનમાં રહેતા ચીરાગ ભાય અશોક ભાય વિઠ્ઠલાણી અને તેમના ભાય પર જીવલેણ હિચકારો હુમલો થયેલ અને આ હુમલામાં ફરીયાદી ચીરાગનો ભાય હાર્દિક અશોકભાઇ વિઠ્ઠલાણી નામના  ઉ. વ. ૩૦ વાળા યુવકની બોથડે પદાર્થના ઘા જીંકી  નીર્મમ હત્યા કરી હતી અને અને ફરીયાદી યુવક ચિરાગભાઇ અશોકભાઇ વિઠ્ઠલાણીને ગંભિર ઇજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવેલ આ બનાવમાં પોલીસે કાવતરું, હત્યા, હત્યાની કોશિષ, અને રાયોટીંગ સહિતની કલમો દાખલ કરી ગુન્હો નોંધેલ જેમાં ગયકાલે બે આરોપી જડપાતા પોલીસે બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે એક દિવસનાંં રીમાન્ડ મંજુર કર્યા હતા.

Advertisement

જાણવા મળતી વિશેસ વિગતો અનુસાર જુનાગઢ શહેરના જલારામ સોસાયટી પાસે આવેલ તિરૂપતિ એપાટમેન્ટ ખાતે રહેતા સંજય મધુસુદન લહેરૂ એ એચ. ડી. એફ. સી. ફાઈનાન્સ કંપનીમાથી રૂપીયા બે લાખની પર્સનલ લોન લિધેલ જેના ત્રણ હપ્તા ચડી જતા હુમલાનો ભોગ બનનાર ચિરાગભાઇ અશોકભાઇ વિઠ્ઠલાણી ઉ.વ.૩૫ જુનાગઢ એચ.ડી.એફ.સી.બેંક માં લોન રીકવર કરવાની ફરજ બજાવતા હોય અને તિરૂપતિ એર્પાર્મેન્ટ ખાતે રહેતા  સંજયભાઇ લહેરૂને તયાં બેન્કની લોનનો હપ્તો લેવા ગયેલ હોય.

તયારે રવિ સંજયભાઇ લહેરૂએ ચિરાગભાઇને ગાળો કાઢેલ ત્યાર બાદ ચિરાગભાઇ ત્યાંથી નિકળી ગયેલ હોય અને સાંજના સમયે ચિરાગભાઇ અને તેમના ભાઇ હાર્દિકભાઇને તિરૂપતિ સોસાયટી ખાતે સમાધાન કરવા અને લોનનો હપ્તો આપવા બોલાવી આરોપી રવિ સંજયભાઇ લહરૂ, સંજય મધુસુદન લહેરૂ રવિનો ભાય જેનુ નામ આવડતુ ના હોય આરોપીઓનો સંબંધી ધાર્મિક, હારૂન આમદભાય, અને અન્ય બે અજાણ્યા ઈસમો આમ સાત જેટલા શખ્સોએ ઘાતક હથીયાર ધોકા પાઇપ વડે હુમલો કરતા હાર્દિકભાઇ અશોકભાઇ વિઠ્ઠલલાણીનુ ઘટના સ્થળે મૃત્યુ પામેલ હોય અને ચિરાગભાઇ અશોકભાઇ વિઠ્ઠલાણીને ગંભીર ઇજા થતા પ્રથમ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે રીફર કરવામાં આવેલ હતા.

આ બનાવમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી તેમાં એસ. ઓ. જી.ને મળેલ બાતમીના આધારે રાજકોટ ગ્રીન લેંન્ડ ચોકડી ખાતેથી રવિ લહેરૂ અને સંજય લહેરૂને જડપી નામદાર કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે બન્ને શખ્સોના રીમાન્ડ મંજુર કર્યા હતા પોલીસે બનાવ સમયે પહેરેલા કપડા અને હથીયારોની રીકવરી શરુ કરી છે તેમજ બનાવમાં સંડોવાયેલા અન્યો બાબતે પુછપરછ અને તેમને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.