Abtak Media Google News
  • આજી ડેમ ચોકડી, ગંજીવાડા અને કાળીપાટ ગામે બઘડાટી બોલાવી: ચાર મહિલા સહિત પાંચને અણીદાર સુયાના ઘા ઝીંકી દીધા
  • પત્નીને પરપુરૂષના બાઇક પાછળ બેઠેલી જોઇ રોષે ભરાયેલા પતિએ ખૂની ખેલ ખેલ્યો
  • સાળો, પતિ અને કાકાજી સાસુ સહિતના શખ્સોએ જમાઇને લાકડી મારી ફેકટર કરી નાખ્યું

શહેરના ગંજીવાડાની કોળી પરિણીતાને પરપુરૂષના બાઇક પાછળ બેઠેલી જોઇ રોષે ભરાયેલા પતિએ પત્નીને આજી ડેમ ચોકડી પાસે માર મર્યા બાદ ઘરે લઇ જઇ પોતાના દાદાજી સસરાની નજર સામે માર માર્યા બાદ મોડીરાતે ફરી રિક્ષામા કાળી પાટ જઇ અણીદાર સુયાથી હુમલો કરી દાદાજી સસરાની હત્યા કરી, પત્ની, સાળી અને કાકાજી સહિત ચાર મહિલા પર હુમલો કર્યો હતો જ્યારે મૃતકના પરિવારે જમાઇ પર વળતો હુમલો કરી લાકડીથી માર મારી ફેકચર કર્યાની પોલીસમાં વળતી ફરિયાદ નોંધાઇ છે. શનિવાર સવારથી રાત સુધી જુદી જુદી જગ્યાએ માથાકૂટના કારણે ગઇકાલનો આખો દિવસ અને રાત આજી ડેમ પોલીસને દોડધામ રહી હતી. કાળીપાટના પરિવારના મોભીની હત્યાથી કોળી પરિવારમાં અરેરાટી સાથે શોક છવાયો છે.

આ અંગેની પોલીસમાથી પ્રાપ્ત વિગત મુજબ ગંજીવાડામાં સરકારી સ્કૂલ પાછળ રહેતી શિલ્પાબેન રાજેશભાઇ મેર નામની કોળી પરિણીતાના કાળીપાટ ગામે રહેતા દાદા હંસરાજભાઇ વાઘજીભાઇ મોરવાડીયા, દાદીમાં રંભીબેન હંસરાજભાઇ મોરવાડીયા, પોતાની નાની બહેન સુમિતાબેન ધનજીભાઇ મોરવાડીયા, કાકી મુકતાબેન ધનજીભાઇ મોરવાડીયા અને પિતરાઇ ભાઇ કાનજી ધનજીભાઇ મોરવાડીયા પર ગત મોડીરાતે પોતાના પતિ રાજેશ મનજી મેરે અણીદાર સુયાથી હુમલો કરી હંસરાજભાઇ મોરવાડીયા નામના 75 વર્ષના વૃધ્ધની હત્યા કર્યાની અને અન્ય પરિવારજનો પર ખૂની હુમલો કર્યા અંગેની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે રાજેશ મનજીભાઇ મેરના નામના રિક્ષા ચાલક પોતાની પત્ની શિલ્પાને કાળીપાટ ગામે તેડવા ગયો ત્યારે સાળા અજય અને મનિષે લાકડીથી માર માર્યાની પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે. કોળી પરિવારની માથાકૂટના કારણે શિલ્પાબેન રાજેશભાઇ, રંભીબેન હંસરાજભાઇ, સુમિતાબેન ધનજીભાઇ, મુક્તાબેન ધનજીભાઇ, કાનજીભાઇ ધનજીભાઇ અને રાજેશ મનજી મેર ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.કાળીપાટના દેવરાજભાઇ મોરવાડીયાની પુત્રી શિલ્પાબેન મેરના 15 વર્ષ પહેલાં ગંજીવાડાના રાજેશ મનજી મેર સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન બે પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો હતો. શિલ્પાબેન પોતાના પતિ રાજેશ મેરને આર્થિક રીતે મદદરૂપ થવા માટે આજી ડેમ પાસેના માંડાડુંગર ખાતે આવેલા ખોડીયાર નામના કારખાનામાં ભઠ્ઠીનું કામ કરે છે.

શિલ્પાબેન જે કારખાનામાં કામ કરે તે કારખાનામાં મજુરોની અવર જવર માટે રિક્ષા ચલાવે છે. શનિવારે શિલ્પાબેન કારખાનેથી છુટતા તેનો પતિ રાજેશ રિક્ષામાં આજી ડેમ સુધી મુકી અન્ય મુસાફરોને લેવા માટે જતો રહ્યો હતો તે દરિમયાન ખોડીયાર કારખાનામાં મહેતાજી તરીકે કામ કરતા દિપકભાઇ ઝાલા બાઇક લઇને ત્યાંથી પસાર થતા તેઓએ શિલ્પાબેનને તેના ઘરે પહોચાડવા માટે પોતાના બાઇકમાં બેસાડીને જતા હતા તે દરમિયાન રાજેશ મેર પોતાની રિક્ષા લઇને ત્યાં અચાનક આવી જતાં શિલ્પાબેન અને તેના પતિ રાજેશ વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા રાજેશ મેરે પોતાની પત્ની શિલ્પાબેનને પથ્થરથી માર માર્યો હતો.

શિલ્પાબેન ઘવાતા તેને સારવાર માટે કાળીપાટ ગામે રહેતા દાદા હંસરાજભાઇ સહિતના પરિવારજનો સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા ત્યાં જરૂરી સારવાર લઇને પરત ઘરે આવ્યા ત્યારે રાજેશ મેરે પોતાની પત્ની શિલ્પાબેનના બાંધવામાં આવેલા પાટ્ટા છોડી પોતાના સાસરીયાની હાજરીમાં માર માર્યો હોવાથી હંસરાજભાઇ મોરવાડીયાએ પોતાના જમાઇ રાજેશના પિતા મનજીભાઇને રાવ કરી હતી ત્યારે તેઓએ પોતાનો પુત્ર રાજેશ મેર પોતાના કહ્યામાં ન હોવાનું જણાવતા હંસરાજભાઇ મોરવાડીયા પોતાની પૌત્રી શિલ્પાબેનને કાળીપાટ તેડીને જતા રહ્યા હતા.

શિલ્પાબેન મોરવાડીયા કાળીપાટ જતા રહેતા પોતાની પત્નીને તેડવા માટે રાજેશ મેર કાળીપાટ ગયો હતો. ત્યારે હંસરાજભાઇ મોરવાડીયાએ પોતાના જમાઇ રાજેશ મેરને કાળીપાટ રાત રોકાઇને સવારે શિલ્પાબેનને તેડી જવા અંગે જણાવ્યું હતું. રાજેશભાઇ પોતાની પત્ની શિલ્પાબેનને લીધા વિના રાજકોટ આવ્યા બાદ મોડીરાતે ભાડાની રિક્ષામાં સુયા સાથે કાળીપાટ ગામે જઇ પ્રથમ હંસરાજભાઇ મોરવાડીયા પર હુમલો કર્યો હતો તેને બાચવવા જતા શિલ્પાબેન, મુકત્તાબેન સહિતના પરિવાર ઘવાયા હતા. હંસરાજભાઇ ગંભીર રીતે ઘવાતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. હંસરાજભાઇના પરિવાર દ્વારા જમાઇ રાજેશ મેર પર હુમલો કરતા તેને પણ પોતાના સાસરીયા સામે માર માર્યા અંગેની વળતી ફરિયાદ નોંધાવી છે. આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. કરપડા, પી.એસ.આઇ. એચ.બી.ગઢવી, એએસઆઇ એસ.એસ.પરી ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.