Abtak Media Google News

મિલ્કત વિવાદમાં સમજાવવા જતાં પ્રૌઢ અને તેના મિત્ર ભડાકા કરી ખુનની કરી કોશિષ: આરોપી ઝડપાયો

માંડવીમાં બંદરિય નગર છેવાડે નલિયા રોડ પર આવેલી રોયલ વિલા સોસાયટીમાં મિલકત બાબતે એસ્ટેટ બ્રોકર અને તેના મિત્ર પર એક શખ્સે ફાયરીંગ કરતા પ્રૌઢ અને તેના મિત્ર પોતાની જાન બચાવી ભાગતા હતા ત્યારે આરોપીએ ફિલ્મી ઢબે પીછો કરી ફરી એસ્ટેટ બ્રોકરના કાર પર ભડાકા કરતા આરોપીને રંગે હાથે ઝડપી પાડયો. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તયબાર નગર ટાઉનશીપ ભુજમાં રહેતા અને જમીન મકાનના કામ સાથે સંકળાયેલા યાકુબભાઇ અહેમદભાઇ ખત્રી નામના ૫૭ વર્ષના પ્રૌઢ અને તેમના મિત્ર પ્રકાશભાઇ પર વિક્રમ દેવા ભટીયા નામના શખ્સે રોયલ વિલાસ સાઇટ પર ચાર રાઉન્ડ ફાયરીંગ કરતા પ્રૌઢ અને તેના મિત્ર બન્ને પોતાની જાન બચાવી કારમાં નાસતા હતા. ત્યારે આરોપી વિક્રમે ફરી ફિલ્મી ઢબે પીછો કરી ફરીયાદીની કાર પર એક રાઉન્ડ ફાયરીંગ કરતા પોલીસ સમયસર આવી આરોપીને દબોચી બન્ને મિત્રોની જાન બચાવી હતી. યાકુબભાઇ ખત્રીએ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમની બાંધકામની સાઇટ રોયલ વિલાસ પર કામ કરતા વિક્રમ ભટીયાએ પોતાના પૈસા ચૂકતા કરવા ફરીયાદીની મિલ્કત ગીરવે  રાખી બેંકમાંથી લોન લેવા માટે પ્રયાસ કરતા યાકુબભાઇએ બેંક કર્મચારીને તમામ હકિકત જણાવતા બેંકે આરોપીની રૂ. પ૦ લાખનલ લોન નામંજુર કરી હતી. જેનો ખાર રાખી વિક્રમે ફરીયાદી પાસે રૂ. ૧૧ લાખની માંગણી કરી હતી. જે બાબતે ફરીયાદીએ ના પાડતા ઉશ્કેરાયેલા વિક્રમ ભટીયાએ પોતાની બંદુકમાંથી બન્ને મિત્રો  પર ધડાધડ રાઉન્ડ ફાયરીંગ કરતા પોતાની જાન બચાવવા કારમાં ભાગ્યા હતા. પરંતુ જુનુન પર અડેલા આરોપીએ કારનો પીછો કરી ફરી ફાયરીંગ કર્યૂ હતું.

આ દરમિયાન વિક્રમ ભાટીયા પોતાની રિવોલ્વર રીલોડ કરવા જતાં માંડવીના પી.આઇ બી.એમ. ચૌધરી સહિતના સ્ટાફે વિક્રમ ભટીયાને દબોચી લીધો હતો પોલીસે તેની સામે બે લોકો પર ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની કોશીષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.