Abtak Media Google News
  • હવે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યું ટેસ્ટનું એક જ પેપરલેવામાં આવશે

સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્ કરવામાં આવ્યુ છે.

આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યું ટેસ્ટ માં ભાગ લઈ શકશે.અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની એમસીક્યું ટેસ્ટ લેવામાં આવતી હતી. તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યું ટેસ્ટનું એક જ પેપરલેવામાં આવશે. આ પેપર ભાગ-અઅનેભાગ-ઇએમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.