મોરબીમાં શ્રમિક યુવાનને મિત્રોએ ગુદાના ભાગે એરપાઈપથી હવા ભરી દીધી

અબતક,રાજકોટ

મોરબીના પાનેલી રોડ પર આવેલ સિરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમીકને તેના મીત્રોએ મજાકમાં ગુંદાના ભાગે એરપાઈપથી હવા ભરી દેતા તેને પેટ ફૂલાઈ જતા સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પાનેલી રોડ પર આવેલ સિરામીકની ફેકટરીમાં કામ કરતા અબ્રાહમ ટુટી ઉ.૩૮ને તેના મિત્રોએ ગુદાના ભાગે એરપાઈપથી હવા ભરી દીદી હતી જેથી તેનું પેટ ફૂલાઈ જતા તેને સારવાર અથે પ્રથમ મોરબી બાદ અત્રેની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો બનાવ અંગે મોરબી પોલીસે જ‚રી કાર્યવાહી હાથ ધરી છે.