Abtak Media Google News

અંગત અદાવતમાં ત્રણ ઈસમોએ કર્યુ ફાયરીંગ: બનાવથી ભારે ચકચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે ત્યારે ચોરી લૂંટફાટ મારામારી હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ફાયરિંગના બનાવો બનતા હોય છે અને ગેરકાયદેસર હથિયાર નો પરવાનો વગરના હથિયારોથી ફાયરિંગના બનાવવાની સંખ્યામાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષમાં વધારો જોવા મળ્યો છે અને અનેક લોકોના મોત ફાયરિંગના પગલે થઈ જવા પામ્યા છે જેને લઇને જિલ્લાવાસીઓમાં  ચકચાર મચી જવા પામી છે.

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાગડકા ગામે વહેલી સવારે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે ત્રણ ઈસમો દ્વારા યુવક ઉપર અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે જેને લઇને તેનું ઘટના સ્થળે જ મોત નિપજયુું છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે મળતી વિગત અનુસાર આજે વહેલી સવારે અંગત અદાવતના પગલે યુવક ઉપર અંધાધુંધ ત્રણ શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા છે જેને લઇને સારવાર પહેલાં યુવકનું મોત નિપજવા પામ્યું છે.

મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ધજાળા ગામ વિસ્તારમાં આજે વહેલી સવારે અંગત વાહનમાં આવી અને મુન્નાભાઈ વલકુભાઈ ઉદયભાઇ વલકુભાઈ રઘુભાઈ વલકુભાઈ દ્વારા હથિયાર વડે ફાયરીંગ કરવામાં આવ્યા છે આ ફાયરિંગ શાર્દુલભાઈ જેબલિયા ઉપર કરવામાં  આવ્યું છે. જેનું ઘટના સ્થળે જ મોત  નિપજયું છે. ત્યારે આ મામલે આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને આ બાબતની જાણકારી પોલીસને થતા તાત્કાલીક ઘટના સ્થળે પોલીસ દોડી ગઇ હતી અને આ મામલે વધુ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

ડીવાયએસપી ચેતનભાઇ મુંધવા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાગડકા ગામ માં વહેલી સવારે ફાયરિંગ બનાવ સામે આવ્યો છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આ બાબતની જાણકારી પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી ગઇ છે ત્યારે ખુદ ડીવાયએસપી ચેતન ભાઈ  પણ આ મામલે ઘટનાસ્થળે દોડી જઈ અને આ બાબતની વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં ત્રણ ઈસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા હોય અને અંગત અદાવતમાં યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે ત્યારે આ મામલે જાણવા જોગ પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવી છે. અને વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.

નાસી છૂટેલા શખ્સોને પકડવા પોલીસ દ્વારા  કરાઈ નાકાબંધી

સુરેન્દ્રનગર જિલ્લાના નાગડકા ગામે વહેલી સવારે યુવક ઉપર અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવ્યા છે જેમાં યુવકનું ઘટનાસ્થળે જ ગોળી વાગવાને કારણે મોત નિપજવા પામ્યું છે સાદુળભાઈ નું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આ ફાયરિંગ ત્રણ ઈસમો માં મુન્નાભાઈ વલકુભાઈ ઉદયભાઇ વલકુભાઈ રઘુભાઈ વલકુભાઈ દ્વારા હથિયાર વડે ફાયરીંગ કરવામાં આવ્યા હોવાની વિગત મળી રહી છે આ મામલે હાલ માં ફાયરિંગ કરી અને ત્રણેય ઇસમો નાસી છૂટયા છે તેવા સંજોગોમાં અને ગામડાઓમાં પોલીસ દ્વારા નાકાબંધી  કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.