Abtak Media Google News

‘મેરા ભારત મહાન’

રિટેલરો દ્વારા વેચાતી દવાઓની ગુણવત્તા ચકાસવાના કોઈ નિયમો નહીં

રાજસ્થાનની આયુર્વેદિક ચિકિત્સા હોસ્પિટલની વ્યવસ્થા ડામાડોળ હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સીએજીના રિપોર્ટ મુજબ રાજયની ૪૦ હોસ્પિટલોમાં પાંચ વર્ષથી એક પણ દર્દી દાખલ થયો નથી. સરકારી ચોપડે રાજસ્થાનમાં ૧૧૮ આયુર્વેદિક હોસ્પિટલો નોંધાયેલ છે.

Advertisement

જેમાની ૪૦ ચિકિત્સાલયોમાં પાંચ વર્ષથી એક પણ પેશન્ટ ન નોંધાતા સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે ત્યારે આ ૪૦ હોસ્પિટલો ખરેખર છે કે માત્ર દસ્તાવેજો પર તે એક મોટો સવાલ છે. કેગના રીપોર્ટ મુજબ આયુર્વેદ હોસ્પિટલોમાં ૨૦૧૨-૧૩માં ૬૦ બેડની સુવિધા હતી તેને વધારીને ૨૦૧૬-૧૭માં ૭૯ કરી હતી. રિપોર્ટ મુજબ ૨૦૧૨ થી ૨૦૧૩ સુધી આયુર્વેદનો એક પણ દર્દી ન હતો.

જયારે ઘટતા દર્દીઓની સંખ્યા વિશે સવાલો કરવામાં આવ્યા ત્યારે રાજય સરકારે કહ્યું કે, આ હોસ્પિટલોમાં માનવ સંશાધનોની અછત છે અને બીજી તરફ એવું પણ લખ્યું કે દર્દીઓની સંખ્યા વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે આયુર્વેદ હોસ્પિટલોની જેમ હેલ્થકેર સેન્ટરની પણ હાલત કફરી ચાલી રહી છે. એક પણ દર્દી ન હોવા છતાં રૂ.૨.૬૫૫ કરોડનો ખર્ચ હોસ્પિટલમાં નોંધાયો છે.

જેમાંથી ૯૫.૪૯ ટકાનો ખર્ચ પેમેન્ટ અને પરચુરણ ખર્ચ માટે થયો હતો. આ ૪૦ દવાખાનાઓમાં એક જ ડોકટરની જ‚રત હોવા છતાં બેની ભરતી કરવામાં આવી હતી.

તો અન્ય ૧૯૫ દવાખાનાઓમાં એક પણ નર્સ, ડોકટર અથવા કમ્પાઉન્ડરની ભરતી કરવામાં આવી નથી. હોસ્પિટલોના કુલ ખર્ચનો ખુબ જ નાનો ભાગ હોસ્પિટલના સાધનો, દવાઓ અને માળખાગત સુવિધાઓ માટે ઉપયોગમાં લેવાયો હતો તો ડ્રગ્સ પ્રોડકશન માટે ફાર્મસી વિભાગને કોઈ ડેટા અપાયો નથી.

ઉદયપુરમાં ૧૯૮૬ બાદ શિક્ષકોની કમીને કારણે સરકારી આયુર્વેદ કોલેજમાં પોસ્ટ ગ્રેજયુએશનની ડિગ્રી કરીકામ છે તો સર્જરીમાં પ્રેકટીકલ ટ્રેનિંગ અને ગાયનેકોલોજી માટેની આયુર્વેદ કોલેજોમાં કોઈ પણ સુવિધા ન હતી ત્યારે આ ૪૦ હોસ્પિટલો ખરેખર સક્રિય છે કે માત્ર કાગળ પર તે સૌથી મોટો સવાલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.