Abtak Media Google News

સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદોનો માદક પદાર્થના વેચાણમાં થતો ઉપયોગ

એનડીપીએસના કેસ કરવા પોલીસ માટે કાયદાકીય આટીઘૂંટીનો ડ્રગ્સ માફિયા દ્વારા ઉઠાવાતો લાભ

પોશ વિસ્તારના નબીરાઓને માદક પદાર્થના આદી બનાવી યુવાધનને ખોખલું કરવાનું ખૌફનાક કારસ્તાન

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ૧૬ સ્થળે દરોડા પાડી ગાંજો, અફીણ, કોકીન અને મેફેડોન જેવા નશીલા પદાર્થનો જંગી જથ્થો પકડયો

ચરસ, અફિણ, ગાંજો, હેરોઇન અને બ્રાઉન સ્યુગર જેવા માદક પર્દાથનું વેચાણ અટકાવવા નાર્કોટીક સેલની રચના કરવામાં આવી છે. આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દ્વારા નસીલા પર્દાથનું નેટવર્ક સમગ્ર વિશ્ર્વમાં ફેલાવી યુવા ધનને બરબાદ કરી રહ્યા હોવાથી માદક પર્દાથનું વેચાણ અટકાવવા તા.૨૬ જુને ડ્રગ્સ નિષેધ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટમાં ચરસ અને ગાંજાનું વેચાણ કંઇ રીતે થાય છે અને ડ્રગ્સ માફિયા કંઇ રીતે નેટવર્ક ચલાવે છે અને તેની સામે પોલીસ દ્વારા કંઇ રીતે કામગીરી થાય છે તેની વિગત ઘણી રસપ્રસદ છે.

Advertisement

Img 20200626 Wa0012

રાજકોટમાં ચરસ અને ગાંજાનું વેચાણ કરતા ડ્રગ્સ માફિયાના કેરિયરને ઝડપી લેવા છેલ્લા કેટલાક સમયથી પોલીસ સ્ટાફ દ્વારા દરોડા પાડવાનું શરૂ કર્યુ છે. છેલ્લા ૧૮ માસમાં બે મહિલા સહિત ૨૯ શખ્સોની ધરપકડ કરવામાં સફળતા મળી છે. સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા સ્લમ વિસ્તારમાં દરોડા પાડી ગાંજો, હેરોઇન અને ચરસનો જંગી જથ્થો પકડી પાડી છે ૧૩ ગાંજાના, એક અફિણ અને એક કોફીન અને એક મેફેડોનનો પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યું છે. પૂછપરછ ગાંજાનો જથ્થો સુરતથી આવતો હોવાનું પગેરૂ‚ મળ્યું છે. હેરોઇનનું પગેરૂ રાજસ્થાન મળ્યું છે.

હૈદરાબાદથી સુરત સુધી રેલ માર્ગે ગાંજો આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સુરત રેલવે સ્ટેનશનથી ટ્રેન દુર હોય ત્યારે બીનવારસી ફેંકી દેવામાં આવ્યા બાદ સુરતના કેરીયર દ્વારા ગુજરાતના જુદા જુદા શહેરોના સ્લમ વિસ્તારમાં બહોચતો કરવામાં આવે છે. ગાંજો અને ચરસનું વેચાણ કરવા માટે શાળા-કોલેજ પાસે યુવાનોને સ્વાદ ચખાડી નશાના આદી બનાવ્યા બાદ તેના જ દ્વારા વેચાણનું નેટવર્ક ગોઠવવામાં આવે છે. નશીલા પદાર્થ ભારતમાં ઘુસાડવા માટે પાકિસ્તાન દ્વારા પ્રથમ કાશ્મીર સરહદનો ઉપયોગ થતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી કાશ્મીર સરહદે ભારતીય સૈન્ય દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવતા પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ દ્વારા કચ્છના દરિયાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોરબંદરના દરિયામાં પણ માદક પદાર્થનું લેડિંગ થયાનું સામે આવ્યું છે.  પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાનો હાથો બની કેરિયર તરીકે કામ કરતા સ્થાનિક શખ્સો સ્લમ વિસ્તારના જરૂરીયાતમંદને ટાર્ગેટ બનાવી લોભામણી લાલચ દઇ ગાંજો અને ચરસનું વેચાણ નેટવર્ક ગોઠવવામાં આવે છે. એનડીપીએસનો કેસ કરવો પોલીસ માટે પડકારરૂપ હોય છે. ડ્રગ્સની બાતમી મળ્યા બાદ પોલીસ સ્ટાફ દરોડો પાડવા જાય ત્યારે તેમની સાથે સ્વતંત્ર પંચને સાથે રાખવામાં આવે છે અને દરોડો પાડવા રવાના થયા ત્યારથી કયા રસ્તેથી પસાર થયા ત્યાર બાદ દરોડાની કાર્યવાહી કરી તે અંગેની વિસ્તૃત લેખિતમાં નોંધ કર્યા બાદ ઘટના સ્થળે જ એફએસએલ દ્વારા ચકાસણી અને સોની વેપારી દ્વારા કેટલી માત્રામાં માદક પદાર્થ પકડાયો સહિતની કામગીરીની નોંધ કર્યા બાદ એફએસએલના અભિપ્રાય મુજબ ગુનો નોંધવામાં આવતો હોવાની જટીલ કાર્યવાહીના કારણે એનડીપીએસના કેસ કરવાનું પોલીસ સામાન્ય રીતે ટાળતી હોય છે. પરંતુ એસઓજી સ્ટાફ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 ડ્રગ્સ નિષેધ દિવસ નિમિતે જાગૃતિ લાવવા પોલીસનું અનોખુ અભિયાન

ડ્રગ્સ માફિયા સામે કાનૂની કાર્યવાહીની સાથે લોકોમાં જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્ર્વમાં તા.૨૬ જૂને સમગ્ર વિશ્ર્વ ડ્રગ્સ નિષેધ દિવસ તરીકે જાહેર કર્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સમાજમાં અને પ્રજામાં જાગૃતિ લાવવા માટે ડ્રગ્સ નિષેધ દિવસ તરીકે ઉજવવા કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી દ્વારા ડ્રગ્સના સેવન કરવાથી સમાજમાં કેવી વિપરીત પરિસ્થીત ઉદભવે છે, યુવાધન કંઇ રીતે બરબાદ થાય છે. તે અંગેના પોસ્ટરો લગાવવામાં આવે છે તેમજ શાળા અને કોલેજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જાણકાર તબીબોની મદદથી સેમિનાર યોજી બાળકો અને નવયુવાનો ડ્રગ્સથી થતી નુકસાની અંગે સમજ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.