Abtak Media Google News

પ્રેમ લગ્ન કરવાની ના પાડયા બાદ સમાજમાં બદનામ કરવાની ધમકી દઈ હવસનો શિકાર બનાવી

શહેરમાં ઉપલાકાંઠે રહેતી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી અવાર નવાર દુષ્કર્મ આચરી ધમકી આપનાર કોળી શખ્સને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ જૂના માર્કેટીંગ યાર્ડ પાસે મછાંનગરનાં ખાડામાં રહેતા મજુરીકામ કરતા અજય ભુપત દુધરેજીયા ઉ.21 સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તરૂણીને પ્રેમઝાળમાં ફસાવી હવસનો શિકાર બનાવ્યાનો કિસ્સો નોંધાયો હતો. પોલીસે પોકસો-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોર અજય દુધજેરીયાની ધરપકડ કરી છે.

આરોપી અજય દુધજેરીયાએ તરૂણીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ એક વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતુ. જો તરૂણી ઈનકાર કરે તો જાનથી મારી નાખવાની ધમકી અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો. ગત તા.28ના રોજ તરૂણી પર બળજબરી કર્યા બાદ પ્રેમીનાં ત્રાસથી કંટાળેલી તરૂણીએ માતા પિતાને બનાવ અંગે જાણ કરી હતી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના બી.બી. કોડીયાતરે તરૂરીનું કાઉન્સેલીંગ કર્યા બાદ પોકસો-ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી અજય દુધરેજીયાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.