Abtak Media Google News

રાજકોટના હાર્દસમા યાજ્ઞિક રોડ ઉપર ધોળા દિવસે પૈસાની લેતીદેતી મુદે યુવકને આંતરી કારમાં ઉઠાવી જતા પોલીસે પીછો કરી દબોચી લઈ પોલીસ સ્ટેશને લાવતા બંને પક્ષે સમાધાન થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર-જાગનાથ પોલીસ ચોકી સામેથી પસાર-થતા એક યુવકને કાર અને બાઈકમાં આવેલ મહિલા-પુરુષ સહિતે આંતરી ફડાકા ઝીંકી દીધા હતા

પોલીસે ફિલ્મી ઢબે પિછો કરી રેસકોર્ષ પાસેથી શખ્સોને દબોચ્યા: અંતે સમાધાન

જાહેરમાં મારકૂટ થતા જાગનાથ ચોકીમાંથી મહિલા પોલીસ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને મામલો જાણ્યો હતો દરમિયાન ઘરનો મામલો હોવાનું લોકોએ જણાવી યુવકને કારમાં ઉઠાવી જતા મહિલા પોલીસે સતર્કતા દાખવી અન્ય પોલીસને જાણ કરી પીછો કરતા રેસકોર્સ રીંગ રોડ ઉપરકાર અટકાવી યુવકને છોડાવી તમામને એ ડીવીઝન પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા મોડી રાત્રે રકજકના અંતે બંને પક્ષે સમાધાન થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.