Abtak Media Google News

પૂર્વ ડેપ્યુટી મેયર સહિત નવને આર્થિક મદદ કરવા જતાં જમીન મકાનના ધંધાર્થી આર્થિક મુશ્કેલીમાં મુકાયા

સહેરના સામા કાઠાના જમીન મકાનના ધંધાર્થી અને હાલ કાલાવડ રોડ પર રહેતા તેમજ ભાજપ અગ્રણીના બનેવીએ પૂર્વ ડેપ્યુટી મેયર સહિત નવ ને બે કરોડથી વધુ રકમની  આર્થિક મદદ કરવા જતાં દેનું વધી જતાં  ફિનાઈલ ગટગટાવી લેતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવતી રાજકિય આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં  દિવાળીના પર્વમાં આર્થિક ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે

Advertisement

ત્યારે સામા કાંઠા વિસ્તારના જમીનના ધંધાર્થી અને રેયા રોડ પર આવેલા વીમાનગરમાં પર રહેતા જેન્તીભાઈ બચુભાઈ ઠુમ્મર નામના યુવાને પેડક રોડ નજીક પારુલ બગીચામાંફિનાઈલ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસ મથકને થતા સ્ટાફ દોડી જય પ્રાથમિક તપાસમાં જે.બી. ઠુંમરએ બે અઢી વર્ષ પહેલા રાજકોટ મહાપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને ભાજપ અગ્રણી અશ્વિન મોલિયા  સહિત 10 લોકોને બે કરોડ રૂપિયાની આર્થિક મદદ કર્યાનું જણાવ્યું હતું.

લાંબા સમય બાદ ઉઘરાણી કરતા લેણદારો દ્વારા રકમ ચૂકવવા માટે હાથ ઊંચા કરી દેતા અને પોતે આર્થિક ખેંચ માં હોવાથી ફિનાઈલ પીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આર્થિક મુશ્કેલીમાં મુકાતા આ પગલું ભરી લીધાનું રાજકીય આલમમાં ચર્ચા એ રહ્યું છે આ મામલે ઘીના ઠામમાં ઘી પડી જાય તેવી પણ ચર્ચા ચાલી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.