રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂ . ૧૪ કરોડના વિકાસ કામોને બહાલી

કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

અબતક, રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતની આજ રોજ કારોબારી સમિતિની બેઠક ચેરમેન સહદેવસોનહ જાડેજામાં અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં રૂ .૧૪.૦૬ કરોડના વિકાસકામોને બ્હાલી આપવામાં આવી હતી.

કારોબારીમાં ઇપૂવમેન્ટ ટુ સરતાનપર એમ.આઇ.સ્કીમ (વેસ્ટવીયર) નં.૫ તા.વિછીંયા જિ.રાજકોટનું ટેન્ડર મંજુર કરવા બાબતે રૂ .૧૫,૭૬, ૮૫૮, રીવર ટ્રેનીંગ વર્ક નીયર હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ ડાઉન સ્ટ્રીમ સાઇડ ઓફ બામણબોર ઇરીગેશન સ્કીમ તા.રાજકોટની વહીવટી મંજુરી બાબતે રૂ .૮૫, ૬૮, ૦૦૦, મુદ્દા સી.આર.ટુ વેરીયસ રોડ ઓફ લોધિકા તાલુકા વર્ષ:૨૦૨૧-૨૨ તા.લોધીકા સી.આર.ટુ રોડ વર્ષ ૨૦૨૧-૨૨ રૂ . ૩૮૫૭૨૨૮, સી.આર.ટુ વેરીયસ રોડ ઓફ પડધરી તાલુકા વર્ષ:૨૦૨૧-૨૨ રૂ . ૩૮૬૧૭૯૯, ક્ધસ્ટ્રકશન ઓફ માઇનોર બ્રીજ ૭ સ્પાન ઓફ ૬ મી. ક્લીયર રૂ . ૬૭,૭૩,૫૫૯,  રાજકોટ જિલ્લા પંચાયત કચેરી મકાનને રીનોવેશન એન્ડ  ઇન્ટીરીયર ઇલેક્ટ્રીક કામ કરવાનું કામ રૂ . ૬૭૭૩૫૫૯,  ક્ધસ્ટ્રકશન ઓફ ન્યુ તાલુકા પંચાયત બિલ્ડીંગ એટ ઉપલેટા રૂ .૧૭૯૨૬૫૫,

નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) ની કચેરી માટે વાહન તેમજ ડ્રાઇવર, ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ, ગાંધીનગર વર્ષ: ૨૦૨૧-૨૨ ગુજરાત પંચાયત પરિષદની અનુદાનની રકમ રૂ .૨,૦૦,૦૦૦ ભરવા બાબત, જુદી જુદી યોજના અન્વયે કપ્યુટર સિસ્ટમ અને પ્રિનટર ખરીદી કરવા રૂ . ૩૫૦૦૦૦, એસ.આર. ટુ હરીપર(ખારી) એપ્રોચ રોડ (વીઆર) , ગોવિંદપર એપ્રોચ રોડ, એમડીઆર ટુ નાનાખીજડીયા એપ્રોચ રોડ,  બોડીઘોડી પાટીરામપર રોડ તા.પડધરી માટે રૂ . ૧૨૫૭૨૦૦૦,  એસ.આર. ટુ એસએચ ટુ ગુંદા એપ્રોચ રોડ,  ધરમપુર એપ્રોચ રોડ (શોખડા ધમલપર

રોડ) એસએચ ટુ શાપર, રાજકોટ અમરગઢ

(ભીચરી) રોડ, બેડી(વાછકપર) એપ્રોચ રોડ,. ખોરાણા નાગલપર રોડ રૂ . ૧૯૫૮૬૦૦૦, ઇમ્યુવમેન્ટ ઓફ નાનામાત્રા ગંગાજળ સમઢીયાળા રોડ ટુ આધીયા એપ્રોચ રોડ, જસદણ નાના લાખાવડ

કોઠી રોડ રૂ . ૧૭૨૮૭૦૦૦, કોટડાસાંગણી તાલુકાના રોડ માટે રૂ . ૨૯૧૧૪૦૦૦, રાજકોટ તાલુકામાં રોડના ડામર મેટલ પેચવર્ક માટે રૂ . ૨૪૮૮૦૦૦, ધોરાજી તાલુકામાં રેસ્ટોરેશન વર્ક માટે રૂ . ૫૨,૧૨,૦૦૦, કોટડાસાંગાણી અને ગોંડલ તાલુકામાં મેટલ પેચ વર્ક માટે રૂ . ૫૨૩૨૦૦૦, ધોરાજીમાં મહિલા અને બાળ વિકાસની ઓફિસ માટે રૂ . ૩૧,૫૧,૦૦૦, પડધરીના હડમતીયામાં પ્રાઇમરી એનિમલ હસબન્ડરી સેન્ટર બનાવવા રૂ . ૪૭,૫૮,૦૦૦ મળી કુલ રૂ . ૧૪,૦૬,૨૩,૩૩૨ના વિકાસ કામોને બ્હાલી આપવામાં આવી હતી.