Abtak Media Google News

રાજકોટ અને મોરબીમાં આજે બિલ્ડરો પર આઇટી વિભાગ ત્રાટક્યું છે. જેમાં 26 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે અને 18 સ્થળે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. શહેરના જાણિતા બિલ્ડરોને ત્યાં આઇટી વિભાગે દરોડા પાડ્યા છે.દરોડા દરમિયાન 3 કરોડની રોકડ રકમ ઝડપાઇ છે. સત્તાવાર છે કે નહીં તેની તપાસ હાથ ધરાશે, તેમજ જમીનના દસ્તાવેજો હાથ લાગ્યા છે. કરોડોનું કાળું નાણું ઝડપાઇ તેવી શક્યતા છે.

મોરબીના રામચોક નજીક આવેલી વિનાયક કોર્પોરેશન નામની ઓફિસમાં ઇન્કમટેક્ષ ટીમે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે કે કેમ તેની સત્તાવાર માહિતી આપવામાં આવશે તેવી માહિતી આઈટીના સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે તો રાજકોટ બાદ મોરબીમાં પણ આઈટી વિભાગે સર્ચ શરુ કરતા બિલ્ડર લોબીમાં દોડધામ મચી છે

રાજકોટના અને મોરબીના ફાયનાન્સ પેઢીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સ્વસ્તિક ફાયનાન્સ, કિશાન ફાયનાન્સ અને મોરબીના વિનાયક ફાયનાન્સનો સમાવેશ થાય છે.સર્ચ ઓપરેશનમાં રાજકોટ, અમદાવાદ અને સુરતના આઇટી વિભાગના અધિકારીની મદદ લેવામાં આવી છે.

250 અધિકારી સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 26 રહેણાંક મકાન અને 18 ઓફિસમાં આઇટી વિભાગની કામગીરી ચાલુ છે. 3થી 4 દિવસ આઇટી વિભાગનું આ મેગા ઓપરેશન ચાલે તેવી શક્યતા છે. બિનહિસાબી નાણાંકીય વ્યવહારો સામે આવતા આઇટી વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.