Abtak Media Google News

દાન, શીલ, તપ, ભાવનાં રેકોર્ડ સર્જતા પર્યુષણ- ૭૧૬ તપસ્યાઓ, ૧૭ દંપતીઓએ ગ્રહણ કર્યું આજીવન બ્રહ્મચર્ય વ્રત: એક લાખથી વધુ મિચ્છામિ દુક્કડંનો નાદ પ્રગટયો

રાજકોટના ડુંગર દરબારના આંગણે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી જૈનમગ્રુપ આયોજિત સંવત્સરી સમૂહ પ્રતિક્રમણની આરાધનામાં ૧૨૫૦૦થી વધુ ભાવિકો જોડાતા જૈન સમાજમાં ઐતિહાસિક ક્ષણને શ્રાવક શ્રાવિકાઓએ અનુભવી હતી.Vlcsnap 2018 09 14 09H26M18S55 એક સાથે ૧૧,૦૦૦ ભાવિકો પ્રતિક્રમણ કરે એવી રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની ભાવનાનો સ્વીકાર કરી રાજકોટના ખુણે ખુણેથી જૈન શ્રાવકો સાંજે ૦૫.૦૦ વાગ્યાથી ડુંગર દરબારમાં આવવા લાગતા, એક તકે તો વ્યવસ્થા જાળવવી અઘરી થયેલ.Vlcsnap 2018 09 14 09H32M39S48

પરંતુ રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા થતાં જ ૧૨૫૦૦ થી વધુ શ્રાવક-શ્રાવિકાઓ નતમસ્તકે બે હાથ જોડીને તે પ્રેરણાને શાંતિપૂર્વક ઝીલીને ભાવપૂર્વક પ્રતિક્રમણની આરાધનામાં જોડાતા સહુના મુખેથી અહો જિનશાસનમનો નાદ ગુંજી ઉઠેલ. જૈનમ ટીમના કાર્યકર્તાઓ ખડેપગે વ્યવસ્થામાં રહેલ.Vlcsnap 2018 09 14 09H28M08S151

રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબે જણાવેલ કે આખાય વરસના પાપને ધોવાની ધન્ય પળ પ્રતિક્રમણ હોય છે. પ્રતિક્રમણની આરાધના કરનારને આવતા ભવે જિનશાસનમાં જન્મે મળે છે.Vlcsnap 2018 09 14 09H31M11S136

પ્રતિક્રમણમાં જોડાયેલ શ્રાવકવર્ય શ્રી સજેલભાઈ કોઠારીએ જણાવેલ કે આટલી વિશાળ સંખ્યામાં ભાવિકોને પ્રતિક્રમણ કરાવતાં મારી આત્મા આજે અત્યંત ધન્યતા અનુભવે છે.Vlcsnap 2018 09 14 09H28M51S73

અંતમાં સર્વએ એકબીજાના પગે પડીને ક્ષમાપના કરતાં સર્જાયેલા અભૂતપૂર્વ દ્રશ્યોએ સર્વનાં પર્યુષણ પર્વ સાર્થક કરી દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.