Abtak Media Google News

નો પાર્કિગમાં ખડકેલી કાર ડિટેઇન કરવા જતા કરી ફરજમાં રૂકાવટ

અબતક,રાજકોટ

Advertisement

રાજકોટમાં માધાપર ચોકડી પાસે નો-પાર્કિગમાં પાર્ક કરાયેલી ઇકો કાર ટ્રાફિક જમાદારે ડિટેન કરવાની કાર્યવાહી કરતા ચાલકે બબાલ કરી હતી અને જમાદાર કારમાં બેસી જતા ચાલકે કાર ભગાડી હતી.જેથી કારચાલક સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ રાણાભા પાલાભા કુલડા માધાપર ચોકડી પાસે પોતાની ફરજ પર હતા ત્યારે રાજકોટ જામનગર પાટા પર ચાલતી ઇકો કાર નો પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી.ગેરકાયદે પાર્ક કરાયેલી ઇકો કાર ડિટેન કરવાની હેડ કોન્સ્ટેબલ રાણાભાએ તજવીજ શરૂ કરતાં કારચાલક જામનગરના કિશોરસિંહ દાદુભા ચૌહાણે રાડો ઝગડો કરી પોલીસની ફરજમાં રુકાવટ કરી હતી

કારચાલકની ધમાલ જોઇ જમાદાર રાણાભા ઇકો કારમાં બેસી ગયા હતા તો કારચાલક કિશોરસિંહે કાર ચાલુ કરી જામનગર તરફ ભાગ્યો હતો અને બેફામ સ્પીડમાં કાર ચલાવી જમાદાર રાણાભા કારમાં બેઠા હોય તેવો વીડિયો ઉતારી તેને ફરતો કરવાની ધમકી આપી હતી, જોકે જમાદાર રાણાભા પોતાની ફરજ પર મક્કમ રહ્યા હતા અને કાર ફરીથી માધાપર ચોકડીએ લાવી હતી જ્યાં અન્ય પોલીસે તેને દબોજી તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.