Abtak Media Google News

શાળાઓમાં પ્રવેશ આપવાની માંગ સાથે વાલીઓની અરજી આપવા લાગી કતારો, અંદાજીત ૧૦૦ જેટલા વિધાર્થીઓને નથી આપવામાં આવ્યો પ્રવેશ

રાજકોટ-આરટીઈ હેઠળ પ્રવેશ મળ્યા બાદ લઘુમતી શાળાઓ દ્વારા વિધાર્થીઓને પ્રવેશ ન આપતા વાલીઓ મોટી સંખ્યામાં આજે  ડિઈઓ ઓફિસે પહોંચ્યા હતા.પ્રવેશ મળેલ શાળામાં પ્રવેશ આપવા અન્યાય અન્ય શાળાઓમાં પ્રવેશ આપવાની માંગ સાથે વાલીઓની અરજી આપવા લાગી કતારો જોવા મળી હતી. અંદાજીત ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હોય તેવું જાણવાં મળ્યું છે.Img 20190508 Wa0070

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ માટેની પ્રથમ યાદી જાહેર થઈ હતી. જેમાં ૫૫૩૭ વિદ્યાર્થીઓના એડમિશન ક્ધફર્મ થઈ ચૂક્યા છે. જ્યારે ૫૯ વિદ્યાર્થીઓને એડમિશન માટે બીજી યાદી ૧૩ મે બાદ બહાર પડશે. શહેરની ૪૮૪ ખાનગી શાળામાં આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ ૫૫૯૬ જગ્યા પર ૧૨૭૯૮ ફોર્મ ઓનલાઈન ભરાયા હતા. જેમાંથી ૧૨૧૬૬ ફોર્મ એપ્રુવ થયા હતા. ત્યારે રાજકોટમા આરટીઈ હેઠળ લઘુમતી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અંદાજે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી.

વાલીમંડળના સંયોજક રાજુભાઇ કીયાડાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં આરટી ઈ હેઠળ ૫૫૩૭ વિદ્યાર્થીઓના એડમિશન ક્ધફર્મ થઈ ચૂક્યા છે જેમાં રાજકોટની લઘુમતી શાળા પ્રવેશ આપવાની ના પાડે છે ત્યારે આજે અમે ડીઇઓ કચેરીએ અરજી કરવા આવ્યા હતા જોકે આ પ્રશનનું કોઈ સમાધાન થયું નથી અને હજુ પણ કોઈ નિર્ણય નહીં લેવાય અને અમારા બાળકોને પ્રવેશ નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન પણ કરશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.