Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પરશુરામ જન્મોત્સવમાં ઉપસ્થિતિ: ઈશ્વરીયા મહાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી: અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય સહિતના મહાનુભાવો મહોત્સવમાં જોડાયા

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા અને બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન પરશુરામનો વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ જન્મોત્સવની ઠેર ઠેર ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સમસ્ત પરશુરામ ગ્રુપ આયોજીત માધાપર ઈશ્વરીયા મહાદેવ મંદિર ખાતે ભગવાન પરશુરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમા મુખ્ય અતિથિ તરીકે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં રાજયનાં ગુજરાત ભાજપ મહિલાના પ્રભરી અંજલીબેન રૂપાણી તથા મેયર બિનાબેન આચાર્ય સહિત બહોળી સંખ્યામાં ભુદેવ ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાતચીતમાં જણાવ્યુંં હતુ કે પરશુરામ જયંતિ સાથોસાથ અખાત્રીજ પણ છે. ખૂબ પવિત્ર દિવસે રાજકોટમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતી મહોત્સવ ઉજવણી ઈશ્વરીયા મહાદેવના પ્રાચીન મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.Vlcsnap 2019 05 08 11H22M17S597

સૌ પ્રથમ સમગ્ર ગુજરાતભરમાં તમામ બ્રહ્મસમાજના ભાઈઓ બહેનોને પરશુરામ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને ભગવાન પરશુરામ કે જેમને દેશ સમાજ રાષ્ટ્ર માટે પોતાનું વિરત્વ, પરાક્રમથી અત્યાચાર , દૂરાચાર સામે જે સંઘર્ષ કર્યો હતો અને ભગવાન પરશુરામે જે શકિત ઉત્પન કરી હતી એ આજે પણ આપણા માટે પ્રેરણારૂપ છે. અને પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મસમાજ કે જે સમાજે હંમેશા રાષ્ટ્રવાદને ધ્યાનમાં રાખીને આ ધર્મ આ સંસ્કૃતિ આ સમાજ અને રાષ્ટ્રને માટે કામ કરતો આવ્યો છે. એવા બ્રહ્મસમાજ પણ આજે સંકલ્પબધ્ધ બનીને આ દેશ માટે સમર્પિત થઈ આગળ આવશે તેવી મને પૂર્ણ શ્રધ્ધા છે.

પરશુરામ જયંતિ નિમિતે ઈશ્વરીયા મહાદેવ મંદિરે પધારેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાણી પ્રશ્ન બાબતે જણાવ્યું હતુ કે હાલ ૯૬ તાલુકા કે જેને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. અને હવે બાકી રહેલા ઉનાળા છેલ્લા દિવસોમાં જે અતિ ગરમીનો અને પાણીની લોકલ સ્થિતિ ચિંતાજનક બની હોય પરંતુ નર્મદા નદીમાં આપણી પાસે પૂરતુ પણી છે. અને નર્મદાના નેટવર્કના આધાર પર આજે પાણી વ્યવસ્થામાં આપણે ગુજરાતમાં ૩૧મી જુલાઈ સુધી ગુજરાતનાં તમામ નાગરીકોને વાપરવાનું અને પીવાનું પૂરતુ પાણી મળી રહે તે માટે સરકાર કાર્યરત છે. બધા મંત્રીઓ અલગ અલગ જીલ્લાઓમાં ઉંડાણ સાથે પરા-કસ્બા સુધી પાણી લોકોને મળી રહે તેની ચિંતા કરી છે.

જયારે સૌથી વધુ અછતગ્રસ્ત કચ્છ, બનાસકાંઠામાં પણ બન્ની ખાવડા, લખપત, જેવા તાલુકાઓમાં પણ આગામી દિવસોમાં હું પોતે પ્રવાસ કરવાનો છું.રાજકોટવાસીઓને કોઈ ચિંતા કરવાની જરૂર નથી દરરોજ ૨૦ મીનીટ પાણી મળી રહેશે અને સુચના મુજબ નર્મદાનું પાણી જયારે ભાદરમાં પાણી ઓછું થયું છે ત્યારે જેટલી ઘટ પડે છે. એટલું નર્મદાનું વધારાનું પાણી આજી ન્યારી ડેમમાં ઠાલવીને રાજકોટની જનતાને ૩૧મી જુલાઈ સુધી કોઈ તકલીફ ન પડે તેની ચિંતા પણ સરકારે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.