Abtak Media Google News

2078માં પણ બજારમાં તેજીનો કરન્ટ યથાવત રહેવાની સંભાવના

શેરબજાર માટે વિ.સં. 2077 ખુબજ લાભદાયી નિવડયું છે બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેકસ-નીફટીએ આશરે પ0 ટકા સુધીનું વળતર આપ્યું છે. જયારે અમુક શેરોના ભાવ અનેક ગણા વઘ્યા છે. આમ એકંદરે ઇન્વેસટર્સને વિ.સં. 2077 લાભદાયી નિવડયું છે. સેક્ધડરી માર્કેટ તો ઠીક પ્રાયમરી મારકેટ એટલે કે આઇ.પી.ઓ. ની બજારમાં પણ અનેક આઇ.પી.ઓ. એ પ0 ટકા થી લઇને 1000 ટકા સુધીના વળતર આપ્યા છે અને હજુ પણ આ નવેમ્બર મહીનમાં ઘણા બધા આઇ.પી.ઓ. પાઇપ લાઇનમાં છે.

કોરોના કાળને બાદ કરતા ઓવર ઓલ જોઇએ તો શેરબજારમાં તેજીનો જ માહોલ જોવા મળ્યો છે. છેલ્લા દસ દિવસથી એફ.આઇ.આઇ. એ મોટા પાયે શેરોમાં વેચાણ શરુ કરતા, છેલ્લા દસ ટ્રેડીંગ  શેસનમાં એફ.આઇ.આઇ. એ આશરે 25000 કરોડના શેરોનું વેંચાણ કર્યુ છે. તેમ છતાં ઓવર ઓલ એફ.આઇ.આઇ. બાયીંગ પોઝીશનમાં જ છે.

શેરબજારની રેગ્યુલેટરી દ્વારા લેવામાં આવેલા રીસ્ક મેનેજમેન્ટના નવા નિયમોથી પણ બજારને ફાયદો થશે. સેટલમેન્ટના નિયમોથી પણ બજારને ફાયદો થશે. સેટલમેન્ટના નિયમો ટી+1 નું સેટલમેન્ટ પણ આવી જશે. હાલમાં ઇન્વેસજ્ઞટર્સને શેરો ખરીદતી વખતે માજીંન પુરેપુરુ રાખવું પડે છે. એટલે કે કોઇ પણ શેરમાં અપફ્રન્ટ માર્જીન 20 ટકા હોય તો રૂ. એક લાખના શેરો ખરીદતી વખતે રૂ. 20,000 માર્જીન ટ્રેડીંગ એકાઉન્ટમાં હોવા જફરજીયાત છે. જયારે અગાઉ આ માર્જીન ના રૂપિયા બ્રોકરો દ્વારા રોકવામાં આવતા અને ઇન્વેસટર્સને માર્જીન પણ રોકવું પડતું નહીં.

બ્રોકર્સને પણ ફાયદો થયો છે એક તો બ્રોકર્સને રૂપિયા રોકીને એટલે કે ઇન્વેસ્ટમેન્ટ- રોકાણ કરીને બ્રોકરેજ થતી તે હવે ઇન્વેસ્ટર્સના રૂપિયાથી જ થઇ જાય છે. ઉપરાંત રીસ્ક પણ ઘટી ગયું છે. સાવ નહીવત  રીસ્ક જ બ્રોકર્સ પર રહે છે કેમ કે બ્રોકર્સ પોતાના ઇ-વેસ્ટર્સ પાસેથી 100 ટકા અપફ્રન્ટ માર્જીન કલેકટ કર્યા પછી જ સોદાઓ કરવાની છુટ આપે છે. આમ કોઇના પણ ડીફોલ્ટ થવાની શકયતાઓ ખુબ જ ઘટી ગઇ છે.

બીજી તરફ કોમોડીઝ ના સોદાઓમાં ટર્નઓવરમાં ખુબ ઘટાડો થયો છે. ખાસ કરીને ફ્રુડ ઓઇલમાં જયારથી નેગેટીવ સેટલમેનટ આવ્યું છે ત્યારથી કોમોડીટીઝમાં ઓવરઓલ ટર્ન ઓવર ઘટયું છે. આમેય તે લોકોનું અત્યારે ઘ્યાન ફકત શેરબજારના પ્રાયમરી અને સેક્ધડરી માર્કેટમાં જ છે. કોમોડીટીઝમાં માર્જીન પણ વધારે રોકવુ પડતું હોય છે. અમુક કોમોડીટીઝના મીની કોન્ટ્રેકટ પણ બંધ થઇ જતા કોમોડીટીઝ એક્ષ્ચેન્જમાં વોલ્યુમમાં પણ ઘણો મોટો ફરક પડયો છે.

એલ.આઇ.સી. ના આઇ.પી.ઓ. ની પણ બજારમાં રાહ જોવાય રહી છે. ગવર્નમેનટના ડીસઇન્વેસમેન્ટનો ટાર્ગેટ પણ પૂરો કરવાનો હોય માર્ચ સુધીમાં અનેક ઓ. એફ.એસ. – આઇ.પી.ઓ. બજારમાં આવશે એકંદરે ગત વર્ષની જેમ જ આવનારું 2078નું વર્ષ પણ શેરબજાર માટે સારુ જશે તેમાં કોઇ શંકા નથી તેમ અગ્રણી શેરબ્રોકર પરેશભાઇ વાઘાણીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.