Abtak Media Google News

જુનાગઢ અંબાજી મંદિર, ચોટીલા, ગોંડલ ભૂવનેશ્વરી મંદિરે દુર્ગાપૂજન, માટેલ, જામનગરમાં અનુપમ શણગાર

આદ્ય શક્તિને આરાધવાના નવલા નવરાત્રિના દિવસો આજ સોમવારથી શરૂ થઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રની શકિતપીઠોમાં અનુષ્ઠાન. પુજન સહિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. નવ દિવસ દરમિયાન માતાજીને વિવિધ શૃંગાર કરવામાં આવશે. આઠમે માતાજીના હવન સાથે નવરાત્રી અનુષ્ઠાનની પૂર્ણસ્તુતિ થશે.

Screenshot 6 9

ગિરનારની ટોચ ઉપર બીરાજમાન માં અંબે નાં મંદિરને નવરાત્રી ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે, સાથે માતાજીના સાનિધ્યે અનુષ્ઠાન સાથે મંદિરને કલાત્મક અને રોશનીથી ઝળહળતું કરાશે, સવારે 7 કલાકે મંદિર ખુલશે ત્યારે આરતી, પૂજન અને ગઢ સ્થાપન કરવામાં આવશે, સાંજે 7.30 કલાકે આરતી કરવામાં આવશે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન અનુષ્ઠાનમાં માતાજીને દરરોજ અલગ અલગ શૃંગાર અને વિશેષ પૂજા સાથે માતાજીની આરાધના કરાશે અને આઠમે માતાજીના હવન સાથે નવરાત્રી અનુષ્ઠાનની પૂર્ણાહૂતી થશે. ચોટીલા ડુંગરે ચામુંડા માતાજીની ભકિત અને આરાધના કરવામાં આવશે.

Screenshot 4 16

મહંત પરિવાર દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીને વિવિધ શણગાર કરવામાં આવશે. નવરાત્રીને અનુલક્ષી ડૂંગર પર આરતીનો સમય પણ વહેલો કરી દેવાયો છે. હવનાષ્ટમીએ યોજાતા હવનની તૈયારીઓ પણ શરૂ કરી દેવામા આવી છે. ગોંડલમાં શક્તિપીઠ ભુવનેશ્વરી મંદિર ખાતે પ્રથમ નોરતે પ્રાંત:કાલ સાડાચાર થી છ દરમિયાન અનુષ્ઠાની ભક્તો દ્વારા ઘટસ્થાપન વિધિ મહાપુજા સવારે પ્રાંત:કાલ આરતી બાદ આચાર્ય ઘનશ્યામજીની નિશ્રામા સ્તુતિ, પ્રાર્થના, ચંડીપાઠનુ સમુહ ગાન તથા આશિર્વચન સવારે નવ કલાકે પ્રત્યક્ષ કુમારીકા દુર્ગાપુજન સવારે દશથી બાર જપ,તપ ધ્યાન.બપોરે ત્રણથી પાંચ ભુવનેશ્વરી ભાગવત કથા પારાયણ,માટેાધામમાં સાંજે સાયંકાલીન સ્મૃતિ તથા આરતી સાંજે સત્સંગ અને ભુવનેશ્વરી ચાલીસાનું સમુહ પઠન કરાશે. રાત્રીના નાની બાળાઓ દ્વારા ગરબી રમાશે. આઠમના રોજ સતચંડી મહાયજ્ઞ એકવીસ કુંડી યજ્ઞનુ આયોજન કરાયુ છે.

Screenshot 2 27

દ્વારકાના ભદ્રકાલી શતપીઠમાં નવરાત્રીના માતાજીની તહેવાર દરમિયાન શાગાર, માતાજીને મહાઆરતી, મહાપૂજા થશે. નવરાત્રી ઉત્સવનો પારંભ થશે. રૂકમણી માતા મંદિર દ્વારકા ખાતે દેવાંશી શાહ અને હેતલબેન રાવલ તેમજ હરસિધ્ધિ માતાજી મંદિર હર્ષદ ખાતે તા. 31 ઓક્ટોબરના રોજ ફરીદા મીરના સંગાથે સાંસ્કૃતિક કાર્યક્રમ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

Screenshot 1 45

જામનગરમાં સસેક્શન રોડ પર આવેલી શાંતિકુંજ હિરદ્વારની ગાયત્રી શક્તિપીઠ ખાતે આ વખતે 300 થી વધુ ભાવિકોએ અનુષ્ઠાન કરવા નિર્ધાર કર્યો છે. સાધકો અનુકુળતા મુજબ નકામી અનુષ્ઠાન પોતાના ઘરે અથવા સવારે 4 વાગ્યાથી ખુલી જતા ગાયત્રી મંદિર ખાતે કરી શકે છે. તમામના અનુષ્ઠાનાંની પુર્ણાહૂતિ નિમિત્તે સવારે 9 થી 11:30 દરમ્યાન યજ્ઞ યોજાયો છે. વાંકાનેર તાલુકાના નવરાત્રીમાં દરરોજ સવાર સાંજ માતાજીની ભક્તિભાવથી મહાઆરતી કરવામાં આવશે.

મા આશાપુરા ધામ માતાના મઢ ઘટસ્થાપન

Img 20220926 Wa0008

માઁ આશાપુરા ધામ માતાના મઢ કચ્છ ખાતે ઘટસ્થાપન વિધિ  કરવામાં આવેલ હતી. જેના અઘ્યક્ષ સ્થાને રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી તથા ટ્રસ્ટીગણ ખેંગારજી જાડેજા, પૃથ્વીસિંહ વાઢેર, મંગળજીભાઇ ઠકકર ગોર મહારાજશ્રી દેવકૃષ્ણ જોશી માઇ ભકતો તથા મયુરસિંહ જાડેજા, ભુવા ગજુભા ચૌહાણ, માતાજીના ગરબા ભજનો દ્વારા માતાજીની આરતી વિધિ વિધાન ઘટસ્થાપન કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.