Abtak Media Google News

સુરેન્દ્રનગરમા અનલોક-૧ના પહેલા જ દિવસે જિલ્લાની કલેકટર કચેરી ખાતે આવેલ સેવા સદનમાં મોટીસંખ્યામાં રેશનકાર્ડ ધારકો ઉમટી પડયાં હતાં અને બંધ રેશનકાર્ડ શરૃ કરવાની માંગ કરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસને કારણે લોકડાઉન હોવાથી રાજ્ય સાથે જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં કામગીરી બંધ હતી જે દરમ્યાન જિલ્લાભરનાં અનેક રેશનકાર્ડ ધારકો કોઈ કારણોસર મળવાપાત્ર અનાજથી વંચીત રહ્યાં હતાં અને લોકડાઉન પૂર્ણ થયાં બાદ સરકારી કચેરીઓ ખુલવાની રાહ જોઈ રહ્યાં હતાં તેમજ બંધ અથવા ઈનએક્ટીવ રેશનકાર્ડ શરૃ કરવા માટે જવાબદાર તંત્રએ તા.૧લી જુનના રોજ આવવાનું જણાવ્યું હતું પરંતુ અનેક રેશનકાર્ડધારકો પ્રથમ દિવસે કચેરી ખાતે ઉમટી પડયાં હતાં.

પરંતુ માત્ર ફોર્મ ન હોવાના કારણે ધક્કો ખાવાનો વારો આવ્યો હતો જે અંગે મહિલાઓ સહિત રેશનકાર્ડ ધારકોએ સીટી મામલતદાર કચેરી તેમજ સેવા સદન ખાતે ઉગ્ર રજુઆતો કરી હતી અને મામલતદારે વૈકલ્પીક વ્યવસ્થા કરતાં મામલો થાળે પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.