Abtak Media Google News

આવેદનપત્રનો પણ સ્વીકાર ન કરતા હોવાની ચચા

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અનેક પ્રશ્નોથી સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરની લોકો સાથેની ચર્ચાસ્પદ વાતચીતના પણ ઓડિયો ક્લિપ વાયરલ સોશિયલ મીડિયા ઉપર થવા પામી છે જેને લઇને શહેર સુરેન્દ્રનગર કલેકટર જિલ્લાવાસીઓ ના ફોન રિસીવ ન કરતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા વાસી માંથી કોઈપણ શહેરની જનતા પોતાના પ્રાથમિક સમસ્યાઓ પ્રશ્નના નિરાકરણ અથવા રજૂઆત માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને ફોન કરે તો જિલ્લા કલેકટર ફોન રિસીવ ન કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને મહેસૂલી કામ અથવા કોઈપણ કામ સંબંધિત જિલ્લાવાસીઓ સરકારી નંબરમાં ફોન કરે ત્યારે જિલ્લા કલેકટર ફોન રિસિવ ના કરતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે આગામી દિવસોમાં આ બાબતે અગ્રણી સચિવ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આ બાબતે સુચના આપવામાં આવે તેવી જિલ્લાવાસીઓ ની માંગણી છે સરકારી નંબરમાં પણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કામ કરતી ફોન રિસિવ ના કરતા હોવાની રાવ ફરિયાદ ના મામલે સુરેન્દ્રનગર જિલ્લાની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર છેલ્લા બે માસમાં ઘણા ચર્ચામાં આવ્યા છે અને વિવાદમાં પણ આવ્યા છે ત્યારે ખાસ કરી રિવોલ્વર ના લાયસન્સ ની વસ્તુ અને પરવાનાઓ આ બાબતે જિલ્લા કલેકટરના વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઇ છે તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર પોતાના ફોનમાં વાતચીત કરતાં જાણે ડરી રહ્યા હોય તેવી ચર્ચા સુરેન્દ્રનગર જિલ્લામાં વહેતી થવા પામી છે ત્યારે ઉલ્લેખનીય છે કે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સરકારી નંબરમાં સુરેન્દ્રનગર જિલ્લાની જનતાના ફોન ન ઉપાડતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.