Abtak Media Google News

જસદણના એક શિક્ષીત વૃધ્ધએ રમત ગમતમાં અવ્વલ નંબર મેળવતા જસદણ વાસીઓ પોતાના શર્ટનો કોલર ઉંચો રાખી શકે એવા સંજોગો સર્જાયા છે. સામાન્ય રીતે વૃધ્ધાવસ્થા હોય ત્યારે મોટાભાગનાં ઘરમાં બેસીરહે છે. એમાય કેટલાક તો પથારીમાં અને દવા સાથે જીવી રહ્યા છે.

આવા માહોલ વચ્ચે જસદણમાં તા.૮ ઓકટોબર ૧૯૩૭માં જન્મેલા નિવ્યસની અને શિક્ષીત બાબુભાઈ સરધારા મો. ૯૮૨૪૮૮૬૨૮૮ એ તાજેતરમાં મેંગ્લોર ખાતે રમાયેલ ૩૮મી નેશનલ માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપ ૨૦૧૮માં ઉંચીકુદમાં અનેક સ્પર્ધકોને પાછળ રાખી પ્રથમ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બાબુભાઈ સરધારાએ નિયમિત આહાર ઉપરાંત સવારે ચાલવા માટે જાય છે. યુવાનોને પણ શરમાવે તેવી ગજબ સ્ફૂર્તી ધરાવતા બાબુભાઈ પટેલ હવે રમત ક્ષેત્રે નિવૃતિ લેવાનું વિચારી રહ્યા છે.પણ હજુ નિવૃત થયા નથી તેઓએ જણાવ્યું કે વ્યસન અને બહારનાં ખોરાકથી દૂર રહો અને ચાલવું કસરત કરો તો જ તમારૂ શરીર સ્વસ્થ રહેશે શરીર સ્વસ્થ હશે તો મન પણ સ્વસ્થ રહેશે અને જીવનમાં દેશ માટે પોતાના ગામ પ્રત્યે કંઈક કામ કરો!

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.