Abtak Media Google News

જામનગરના ગ્રીનસિટીમાં એક મકાનમાં ચલાવવામાં આવતા ક્રિકેટના ડબ્બા પર ગઈરાત્રે એલસીબીએ દરોડો પાડી ત્રણ શખ્સોને પકડી પાડયા છે. આ શખ્સોના અઠ્ઠયાવીસ પન્ટરોના નામ ખૂલ્યા છે. આ ઉપરાંત અન્ય ત્રણ સ્થળેથી પણ ક્રિકેટના ડબ્બાઓ ઝડપાઈ ગયા છે. પોલીસે કુલ ચાલીસ શખ્સો સામે ગુન્હા નોંધી રોકડ, મોબાઈલ, ટીવી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી ગ્રીનસિટીની શેરી નં.૯માં એક મકાનમાં હાલમાં ચાલતી આઈપીએલની ક્રિકેટ મેચ પર ડબ્બો ચલાવાતો હોવાની બાતમી ગઈકાલે રાત્રે એલસીબીના બશીરભાઈ મલેક, નિર્મળસિંહ તથા કમલેશ ગરસરને મળતા પીઆઈ આર.એ. ડોડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબીનો કાફલો ત્યાં આવેલા ધર્મેન્દ્રસિંહ મનુભા જાડેજાના મકાનમાં ત્રાટક્યો હતો. આ સ્થળેથી મકાન માલિક અને કરણ ચંદ્રકાંત શુકલા, હીરેન મુકેશભાઈ રાઠોડ નામના ત્રણ શખ્સો મળી આવ્યા હતા.

આ શખ્સો ગઈકાલે રાત્રે રાજસ્થાનમાં રમાઈ રહેલી મુંબઈ-ઈન્ડિયન્સ તથા રાજસ્થાન રોયલની ટીમ વચ્ચેના ટીવી પરથી પ્રસારીત થતા ક્રિકેટ મેચ પર મોબાઈલના માધ્યમથી ગ્રાહકો સાથે રનફેર સહિતનો સોદો કરતા મળી આવ્યા હતા. એલસીબીએ ત્રણેય શખ્સોની અટકાયત કરી સ્થળ પરથી લેપટોપ, એલઈડી ટીવી, પંદર મોબાઈલ અને રૃા.૧ર હજાર રોકડા મળી રૃા.૧,૦૯,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સોના મોબાઈલની ચકાસણી કરાતા તેમાંથી પન્ટર જગુભાઈ, ચંદ્રપોલ, શિવ, ઈરફાન, વીકી, બીબીડી, પ્રવિણભાઈ, વિજયભાઈ, આર.કે., વેસ્ટ, કરીમ, પટેલ, બાબુ, એચડીએફસી, રૃદ્ર, રીન્કુ, દિનેશભાઈ, ધીરેનભાઈ, સુભાષભાઈ, મનોજભાઈ, નરેશભાઈ, પ્રેમ, બોબી, ૭૦ નંબર, ૭૧૧ નંબર, ૭ર નંબર, ર૪ નંબર તથા પિન્ટુ નામના અઠ્ઠયાવીસ શખ્સોના સગડ મળ્યા છે. આ શખ્સોને ફરાર જાહેર કરી તમામ સામે જુગારધારાની કલમ-૪, ૫ હેઠળ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો છે. આ કાર્યવાહીમાં પીઆઈ આર.એ. ડોડિયા, પીએસઆઈ વી.વી. વાગડિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ આહિર, બશીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, હરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, શરદ પરમાર, નિર્મળસિંહ બી. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાધલ, નિર્મળસિંહ એસ. જાડેજા, દિનેશભાઈ ગોહિલ, કમલેશ ગરસર, એ.બી. જાડેજા, અરવિંદગીરી, મિતેશ પટેલ સાથે રહ્યા હતા.

જામનગરના એસ.ટી. ડેપો રોડ પર આવેલી મયુર મેડિકલવાળી ઈમારતમાં ગઈકાલે રાત્રે એક ઓફિસમાં ક્રિકેટ મેચનો ડબ્બો ચલાવાતો હોવાની બાતમી સર્વેલન્સ સ્ટાફના શિવભદ્રસિંહ, ફિરોઝ ખફી, યોગરાજસિંહ રાણાને મળતા તેઓએ ઈન્ચાર્જ પીઆઈ આર.જી. જાડેજાના માર્ગદર્શન અને પીએસઆઈ એસ.કે. મહેતાના વડપણ હેઠળ સ્ટાફને સાથે રાખી તે ઈમારતમાં દરોડો પાડયો હતો ત્યાંજામનગરના રામેશ્વરનગરના નિર્મળનગરની શેરી નં.૬માં રહેતો યોગેશ રમેશભાઈ વનિયર નામનો મદ્રાસી શખ્સ પોતાની ઓફિસમાં રનફેર સહિતનો સટ્ટો રમાડતો મળી આવ્યો હતો. પોલીસે તેના કબજામાંથી રૃા.૧૨૫૦૦ રોકડા, ટીવી, સેટટોપ બોક્સ, સોદા લખેલી ડાયરી, ત્રણ મોબાઈલ કબજે કર્યા છે. આ શખ્સે પોતાની પાસેથી કપાત લેતા હુસેન, વિરેન્દ્ર તથા કાના નામના ત્રણ શખ્સના નામ આપ્યા છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા શાહ પેટ્રોલપંપ પાસેની મારૃતી પાન નામની દુકાનમાં મૂકવામાં આવેલા ટીવી પરથી પ્રસારીત થતી રાજસ્થાન રોયલ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વચ્ચેનો મેચ નિહાળી તેના પર જુગાર રમી રહેલા મહેબુબ હનીફભાઈ ઈજારાવાલા ઉર્ફે અઠ્ઠો તથા અબ્દુલકરીમ ગફારભાઈ નામના બે શખ્સો પોલીસના હાથમાં આવી ગયા હતા. પોલીસે રૃા.૧૦૫૨૦ રોકડા અને બે મોબાઈલ કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

જામનગરના કાલાવડ નાકા બહાર વિસ્તારમાં આવેલા અકબરશા ચોક પાસેથી ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડી મહંમદસીદીક હૈદરબાપુ કાદરી નામના શખ્સને ટીવી પરથી પ્રસારીત થતી આઈપીએલની ક્રિકેટ મેચ નિહાળી તેના પર હાર-જીતનો સોદો કરવા અંગે પકડી પાડી તેનો મોબાઈલ તથા રૃા.૪૧૦૦ રોકડા કબજે કર્યા છે. આ શખ્સે પોતાના સાગરિત ભૂરાનું નામ અને મોબાઈલ નંબર આપ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.