Abtak Media Google News

રાજયની સાથે જામનગરમાં પણ સોગંદનામા અને નોટરીમાં રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.સુધારેલી સ્ટેમ્પ ડયુટી ભરપાઇ ન કરેલા દસ્તાવેજ પુરાવા પાત્ર ગણાશે નહીં.ખૂટતી સ્ટેમ્પ ડયુટી દંડ સાથે વસૂલાત કરવામાં આવશે.

રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ની અનુસૂચિ-૧ માં સ્ટેમ્પ ડયુટીના ફીકસ રકમના સુધારેલા દર તા.૫ ઓગષ્ટથી અમલમાં આવ્યા છે.જે મુજબ સોગંદનામા(એફીડેવીટ) અને નોટરીના લખાણમાં રૂ.૫૦, દતકપત્ર, લગ્ન નોંધણી, ભાગીદારી લેખમાં ફીકસ સ્ટેમ્પ ડયુટીના દર ધરાવતા લેખ તથા વારસાગત મિલકતમાં કૌટુંબીક સભ્ય દ્વારા કે તેઓની તરફેણમાં હકક જતો કરવાના દસ્તાવેજમાં રૂ.૨૦૦ના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવાનો રહેશે.જયારે આ દસ્તાવેજો સિવાયના ફીકસ સ્ટેમ્પ ડયુટીના દર ધરાવતા દસ્તાવેજો જેવા કે,વહીવટીખત,કબૂલાત,એપ્રેન્ટીસશીપ લેખ, એવોર્ડ, છૂટાછેડાનો લેખ, બાંયધરીખત,લાયસન્સ પત્ર, મુખત્યારનામા, ગીરો છોડાવવાના દસ્તાવેજ, રીલીઝ અને ટ્રસ્ટના દસ્તાવેજોમાં રૂ.૩૦૦ના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવાનો રહેશે.જો સુધારેલા દર મુજબની સ્ટેમ્પ ડયુટી ભરપાઇ કરવામાં આવી નહીં હોય તો દસ્તાવેજ પુરાવા પાત્ર ગણાશે નહીં તેમજ સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા ખૂટતી સ્ટેમ્પ ડયુટી દંડ સાથે વસૂલાતને પાત્ર રહેશે.આ દંડ ખૂટતી સ્ટેમ્પ ડયુટીની ૧૦ ગણી રકમ સુધી થઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.