Abtak Media Google News

રઇસ’ફિલ્મનું એક ડાયલોગ છે જેમાં નાયક દ્વારા ગુજરાત ની તાસીર  એક લીટી ના વાક્ય માં  કહેછે કે “ગુજરાત કી હવા મે વેપાર” હે મેરી સાંસ બંધ કરોગે ,હવા કો કેસે રોકોગે.   !. ગુજરાતનું ખમીર ,સાહસ અને વેપાર ગુજરાતની પ્રજાની ગળથૂથી માં છે, ગુજરાતને કોઇ વેપાર અને વિકાસમાં પહોંચી જ ન શકે, દેશના ઇતિહાસમાં જેણે ગુજરાત અને ગુજરાતીઓ નો હાથ પકડ્યો છે તેનો વિકાસ થયો છે, અને જે ગુજરાત સાથે દુશ્મની કરે છે ,તે ખોવાઈ જાય છે, ગુજરાતીઓની વિકાસ વેપાર સાહસ અને દીર્ધ દૃષ્ટિની સમાજ દેશ અને વિશ્વને હંમેશા ઉપયોગી બનતું આવ્યુંછે ,”જ્યાં હોય ગુજરાતી ત્યાં વસે ગુજરાત”, ગુજરાતનું ખમીર દેશ અને વિશ્વ ને યુગ પુરુષો આપતું રહ્યું છે રાષ્ટ્રપિતા અને સત્ય અહિંસાના વિશ્વના મસીહા મહાત્મા ગાંધીજી અને પાકિસ્તાનના સર્જક મહમ્મદઅલી જિન્નાહ બંને ગુજરાતી, નાનજી કાલિદાસ હોય કે વિશ્વ કક્ષાના ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી ગુજરાતના જ ખમીર તરીકે વિશ્વમાં ડંકો વગાડનારા બન્યા છે, ગુજરાતી સારી રીતે સામાજિક આર્થિક અને રાજકીય દ્રષ્ટિકોણના દિવ્ય દ્રષ્ટિ વાળા હોય છે ગુજરાતી નો વિચારધારા આજ નહીં પણ આવતીકાલને ઊભી કરનારી બને છે ,અને જે વર્ગ સમાજ અને મહાનુભાવો ગુજરાતીઓને ઓળખીને તેનો લાભ લેશે તે કરી જાય છે અને ગુજરાતીને ન ઓળખી તેની અવગણના કરનાર  ખોવાઈ જાય છે

Advertisement

ગુજરાત નો સાથ લેવા વાળા ખૂબ જ આગળ નીકળી જાય છે અને તેની હરીફાય કરનારા ટૂંક સમયમાં જ અસ્તિત્વ ખોઈ નાખે છે, ગુજરાતના માહોલમાં વેપાર છે અને ગુજરાત હંમેશા વિકાસની સાથે રહ્યું છે આઝાદી કાળથી મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે હતા પેલા સાથી મહારાષ્ટ્રને મુંબઈ નો વિકાસ થયો ગુજરાતીઓ સાહસિક મીજાજ અને વેપારની કોઠાસૂઝથી ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં જાય છે ત્યાં પોતાનો ડંકો વગાડે છે,

વિકાસને વરેલા ગુજરાત અને ગુજરાતીઓને ઓળખવું એ પણ રાજકીય આવડત છે બે દિવસ પહેલાં કોંગ્રેસના રાહુલબાબાએ આસામમાં ચા ના વેપારમાં સંકળાયેલા ગુજરાતી વેપારીઓની ટીકા કરી આસામનો નો વેપાર કલકત્તા થી કાઠીયાવાડ અને કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી ગુજરાતીઓની ચાની ચૂસકી એ જ વિકસાવ્યું છે, રાહુલ ગાંધીએ ભૂતકાળમાં તેમની માતા દ્વારા ગુજરાત ના રાજકારણ અને ગુજરાતીઓને નો ઓળખવાની ભૂલ કરીને મોતના સોદાગર શબ્દ નો ઉપયોગ કર્યો હતો અને આ એક જ શબ્દ થી ભાજપને બે દાયકા નું શાસન મળી ગયું, રાહુલ ગાંધી ફરી થી એજ ભૂલ કરી રહ્યા છે તો કેટલા વર્ષ ભોગવવું પડશે તે તો આવનાર સમય બતાવશે ભૂતકાળમાં બાલ ઠાકરેના ગુજરાત વિરોધી અભિયાન ની ઠાકરેની ભૂલનો શિવસેનાને ભોગ બનવું પડ્યું હતું ,

ગુજરાત અને ગુજરાતીઓ વિકાસ ને માને છે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ સિંગુરમાં ટાટા નેનો પ્લાનને આવવા ન દીધો અને ઉદ્યોગપતિ ટાટા ના આ મેગા પ્રોજેક્ટ ને ગુજરાતે અપનાવી લીધું સિંગુરને મમતા બેનરજીના બાઈબાઈને ગુજરાતે વેલકમ કરી લીધું સિંગુરના આ ટાટાના પ્લાન્ટે ગુજરાતને ડેટ્રોઈટની જેમ ઓટો મોબાઈલ નું હબ બનાવી દીધું ગુજરાત ઉભી પણ કરી શકે છે તક ઝડપી પણ શકે છે, ગુજરાતની હવામાં જ વેપાર છે, વેપાર અને વિકાસ થકી ગુજરાત અત્યારે વિશ્વમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે, આઝાદી મળ્યા બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત નું સંયોજન ૧૯૬૦માં અલગ થયું બાલ ઠાકરે આમચી મુંબઈ  ચળવળ ચલાવી શિવસેનાને ઘણું નુકસાન થયું,

મુંબઈને બનાવનાર સવારનાર અને ટોચના સ્થાને પહોંચાડનાર ગુજરાતી જ છે કાયાપલટ અને આત્મા નિર્ભર માટે ગુજરાત ફિનીક્સપક્ષીની જેમ ધૂળમાંથી બેઠો થવું ગુજરાત જાણે છે મોરબીમાં મચ્છુ ડેમની હોનારત થયા બાદ આપમેળે ઊભા થયેલા મોરબી એ ગુજરાતીઓની મેનેજમેન્ટ માસ્ટરનો વિશ્વને પરિચય આપ્યોસિરામિક ઉદ્યોગમાં મોરબીને વિકાસ કરવામાં મચ્છુ ડેમની હોનારત જરા પણ મળી નથી અને આજે વિશ્વમાં મોરબી નો ડંકો વાગી રહ્યો છે

રાજકારણ હોય વેપાર હોય કે વહાણવટા માં ગુજરાતીઓનો દબદબો દાયકાઓ નહીં પણ સદીઓથી રહ્યો છે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયેલી ટાઇટેનિક ની ઘટના પૂર્વે ઘણા વર્ષો અગાઉ ગુજરાતના હાજી કાસમની વીજળી થી ગુજરાતનું વહાણવટી વખણાયું હતું ગુજરાતીઓનું સામાજિક રાજકીય અને આર્થિક દ્રષ્ટિકોણ બેનમૂન હોય છે. રાહુલ ગાંધી એ આસામના ગુજરાતી વેપારીઓને રાજકીય લાભ લેવા માટે વગોવ્યા રાહુલ ગાંધી ક્ષયફિ પરિપકવતા અને ગુજરાત અંગેની ઓળખાણ નો અભાવ વી મોટાપાયે ખોટ પડવાની છે સોનિયા ગાંધી થી લઈને મમતા બેનર્જી બાલ ઠાકરે અને હવે આંદોલનકારીઓ તિકેટ જેવા રાજકીય મહાનુભાવો અને જાહેર જીવનના આગેવાનોએ જ્યારે જ્યારે શાંતિપ્રિય ગુજરાતી લખવામાં ભૂલ કરી છે ત્યારે તેમને મોટી કિંમત ચૂકવવી પડી છે સોનિયા ગાંધીએ ગુજરાતમાં મોતના સોદાગર નો શબ્દ વહેતો કર્યો હતો સોનિયાની આ ભૂલ મૂળ ગુજરાતી રાજકીય આગેવાન એવા મોદીને બે ટર્મ શાસન કરવા થી લઈને વડાપ્રધાન સુધીના રોડમેપ તૈયાર કરવામાં કામ આવી હવે રાહુલબાબાએ ગુજરાતી વેપારીઓને વગાડવાનું શરૂ કરી છે ત્યારે તેમને કેટલું નુકસાન જશે તે આવનારો વખતે બતાવશે રાહુલબાબાએ ગુજરાત ની વરણી ન કરવી જોઈએ ચાના બગીચા ચાના વેપાર અને આર્થિક પુણેમાં ગુજરાતીઓનો દબદબો છે ગુજરાતની હવામાન વેપાર છે નાક બંધ કરો પણ હવા કોઈ રોકી શકતું નથી

ગુજરાત માટે વિકાસ આજના સમયનો પર્યાય બની ગયો છે વિકાસને નજરઅંદાજ કરનારા કોઈ ટકી શકે નહીં ગુજરાત વિરોધી રાજકીય ગતકડાં ને લાંબી ઉંમર હોતી નથી ખેડૂત આંદોલન કારી તિકૈતજેવા આગેવાનોને એ ખબર નથી કે ત્યારે સોસ્યોઇકો પોલિટિકલ સત્રમાં ગુજરાતીઓની પરદેશી અત્યારે સમય ચાલી રહ્યો છે ચાના બગીચાની વાત હોય કે ગુજરાતની ખેતી ઉદ્યોગપતિઓ થી લઈને રાજકીય ક્ષેત્રમાં હંમેશા ગુજરાતીઓનો દબદબો રહ્યો છે વિશ્વને અહિંસાનો સંદેશો આપનાર મહાત્મા ગાંધી નાનજી કાલિદાસ મહેતા, ધીરુભાઈ અંબાણી, થી લઈને નરેન્દ્ર મોદીના ગુજરાતી હોવાના અવિર્ભાવ થી ગુજરાતની એક ગ્લોબલ ઈમેજ ઉભી થઇ છે, ધંધો હોય કે દુરંદેશી ભરી રાજનીતિ ખેતી હોય કે વિકાસની પારાશીશી બંનેરા ઉદ્યોગ દરેક ક્ષેત્રમાં અગાઉ ગુજરાત હતું અત્યારે ગુજરાત છે અને સદાકાળ ગુજરાતીઓનો દબદબો રહેશે દુનિયા આજે ગુજરાત અને ગુજરાતીઓ નું મહત્વ સમજે છે અમેરિકાની વર્તમાન સરકારમાં ગુજરાતીઓના પ્રભાવથી વિશ્વ વાકેફ છે ગુજરાતીઓનું ખમીર કામ કરવા નિ ધગસ દૂરંદેશીઅને ઉપલબ્ધિ સામે કોઈ ટકી શક્યું નથી તે વાત ગુજરાત વિરોધીઓને સારી રીતે સમજી લેવી જોઈએ નહિતર સમય ગુજરાત ન સમજી શકનાર ને નહીં સમજે  …હીં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.