Abtak Media Google News

ભચાઉના દારૂ પ્રકરણમાં પી.આઇ, પી.એસ.આઇ, સહીત પાંચ કર્મચારી ફરજ મુકત: એલ.સી.બી.ના સાત સહિત ૧૧ પોલીસ કર્મચારીની બદલી: રેન્જ આઇ.જી. ના પગલાથી પોલીસ બેડામાં સોંપો

કચ્છનાં ભચાઉ નજીકથી રૂ ૩૪.૫૮ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાતા રેન્જ સ્પે. આઇ.જી. પી. પિયુષ પટેલ દ્વારા દારુને હેરફેર ત્યાં વેચાણ સામે કડક કાર્યવાહીનાં અપાયેલ આદેશમાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા સબબ ભચાઉના પોલીસ ઇન્સ્પે. સબ ઇન્સ. સહીત પાંચ કર્મચારીઓને ફરજ મોફુકીનો આદેશ પકડાવી પોલીસ મુખ્ય મથક ખાતે તત્કાલ અસરથી બદલી કરવામાં આવેલછે. ઉપરાંત આ પ્રકરણમાં જીલ્લાની ગુન્હા શોધક શાખામાં ફરજ બજાવતા સાત કર્મચારીઓની જીલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં આ મામલે ભારે ચકચાર જાગી છે.

ભચાઉ નજીકથી ઝડપાયેલા દારૂનાં જથ્થા મામલે ભચાઉ પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પે. ગોઢાણીયા, સબ ઇન્સ. જે.એચ. ચૌધરીએ.એસ.આઇ. સુખદેવ દવે, હેડ કો. રણવીરસિંહ ઝાલા તથા હરદેવસિંહ સરવૈયાને તત્કાલ અસરથી ફરજ પરથી મુકત કરી બનાસકાંઠા મુખ્ય મથક ખાતે બદલી કરેલ છે. જેમાં કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ ઝાલા, કરસનભાઇ વિંઝોડા, પોલીસ કોન્સ્ટેબલ જયદિપસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ પ્રહલાદ ચૌધરીનો સમાવેશ થાય છે.

એલ.સી.બી.ના સ્ટાફની બદલી

દારુના પ્રકરણનાં પગલે આઇજીએ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા સાત કર્મીઓની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બદલી કરી નાખી છે જેમાં એએસઆઇ મહેમ શબ્બિર કુરેશીની કંડલા, એએસઆઇ પ્રવિણસિંહ પલાસની ગાંધીધામ  એ.ડીવીઝન, એએસઆઇ રાજકુમાર આહીરની રાપર, હેડ કોન્સ્ટે. રમેશ મેણીયાની ખડીર, હેડ કોન્સ્ટે. ભગીરથસિંહ જાડેજાની લાકડીયા, હેડ કોન્સ્ટે.  સામતભાઇ બરાડીયાની રાણર અને હેડ કોન્સ્ટે. ઉપેન્દ્રસિંહ ઝાલાની ખડીર પોલીસ મથકમાં બદલી કરી દેવાઇ છે. દરમિયાન આરઆ સેલમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રેમજી શામળીયાને તેમના મુળ જીલ્લામાં ફરજ બજાવતા પરત મોકલી અપાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.