Abtak Media Google News

ભચાઉ સમાચાર

 

Advertisement

સામખિયાળીમાં ગત મધરાત્રે ભેંસોના વાડાની જગ્યા બાબતે થયેલી માથાકૂટમાં મિત્રએ મિત્રને છરી મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે . સામખિયાળી પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ મધરાત્રે બારે વાગ્યાના અરસામાં સામખિયાળીમાં આવેલા દશામાના મંદિર પાસે બનાવ બન્યો હતો. જેમાં ૩૫ વર્ષીય  ગફૂર ઈસ્માઈલ મન્સુરી નામના યુવકને મિત્રએ છાતીમાં છરી ઝીંકી દીધી હતી.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ વિનોદ અને ગફૂર બેઉ ભેંસોની લે- વેચ કરતાં હતા અને એકમેકના મિત્રો હતાં. સાર્વજનિક જગ્યાએ ભેંસોના વાડાની જગ્યા બાબતે બોલચાલ થતાં આરોપીએ ઉશ્કેરાઈને છરીથી હુમલો કર્યો હતો. હત્યા બાદ આરોપી નાસી છૂટ્યો છે.  પોલીસ ફરિયાદ દાખલ થયાં બાદ બનાવના કારણ સહિતની વિગતો પોલીસ તપાસ બાદ આવશે.

 ગની કુંભાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.