Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ  અધિક્ષક દિપકકુમાર મેધાણીએ જીલ્લામાં ગે.કા. પ્રોહી. જુગારની પ્રવૃતિ સદંતર બંધ કરવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ. એન.કે. વ્યાસના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પોલીસ બસ ઇન્સ. આર.ડી.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સ. વી.બી.કલોતરા અને હેડ કોન્સ. ધમેન્દ્રસિંહ વાઘેલા  તથા કિશોરભાઇ પારધી  એલ.સી.બી. સ્ટાફના માણસો ચોટીલા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હેડ કોન્સ. ધમેન્દ્રસિંહ વાઘેલા તથા કીશોરભાઇ પારધીનાઓને મળેલ બાતમી હકીકત આધારે ચોટીલા ચામુંડા ધર્મશાળા પાછળ મફતીયા પરામાં રહેતા અબ્દુલભાઇ જુમાભાઇ ભટ્ટીના રહેણાંક મકાનમાં બનાવેલ ભોયરામાંથી ગે.કા. પરપ્રાંતિય ઇગ્લીશ દારુની બોટલો નંગ ૯૧ કિંમત રૂ ૩૬૪૦૦/- નો મુદામાલ મળી આવેલ છે.

Advertisement

તેમજ ચોટીલા, ચામુંડા ધર્મશાળા  પાછળ મફતીયાપરામાં રહેતા અકબરભાઇ જુમાભાઇ ભટ્ટીના રહેણાંક મકાનમાં બનાવેલ ભોયરામાંથી ગે.કા. પરપ્રાંતિય ઇગ્લીશ દારુની બોટલો નં. ૧૪૪ કિં. રૂ ૫૭,૬૦૦/- તથા બીયર ટીન નંગ ર૪૦ કિ. રૂ ૨૪૦૦૦/- મળી કુલ રૂ ૮૧૬૦૦/- નો મુદામાલ મળી આવતા મજકુર ઇસમો વિરુઘ્ધ ચોટીલા પો.સ્ટે. માં બે અલગ અલગ ગુનાઓ દાખલ કરાવેલ છે. મજકુર ઇસમો સામે અગાઉ ઘણા ઇગ્લીશ તથા દેશી દારુના ગુનાઓ દાખલ થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.