Abtak Media Google News

કોંગ્રેસ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા અને દિલીપભાઈ આસવાણીની ઉપસ્થિતિમાં કામગીરીનો પ્રારંભ

શહેરના વોર્ડ નં.૩માં જામનગર રોડ પાસે આવેલ હુડકો કવાટર્સ મેઈન રોડથી ગડીયલ ચોક સુધી રોડના સાઈડના પડખામાં ઈન્ટર લોકીંગ પેવીંગ બ્લોક નાખવાની માંગણી સ્થાનિક લત્તાવાસીઓ દ્વારા કરવામાં આવી હતી જે ધ્યાને લઈ આ વિસ્તારના જાગૃત કોર્પોરેટરો ગાયત્રીબા વાઘેલા, દિલીપ આસવાણી દ્વારા કમિશ્નરને રજૂઆત કરી આ કામગીરી મંજૂર કરવામાં આવી હતી. ‚રૂ.૬ લાખના ખર્ચે મંજૂર થયેલ કામગીરીનો પ્રારંભ કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના આગેવાનો અશોકસિંહ વાઘેલા, વોર્ડ નં.૩ પ્રમુખ ગૌરવ પૂજારાના હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે સ્થાનિક લત્તાવાસીઓ આઈ.કે.શેખ (આઈ.કે.સિલેકશન વાળા) ઉપરાંત મહિલા આગેવાનો, ઉષાબેન મકવાણા, સરીફાબેન અઘામ, હશીનાબેન જુણાચ, રસીલાબેન પરમાર, ‚કસાનાબેન કાઝી, નિલોફર, મેમણ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.