Abtak Media Google News

ડે.એન્જિનિયર સાથે  થયેલા અન્યાયના વિરોધમાં જીબીઆ ઉતર્યું મેદાનમાં: બદલી રદ્દ કરવાની માંગ સાથે ઈજનેરોએ શહેર વર્તુળ કચેરીએ બોલાવી રામધૂન, આંદોલનની ચિમકી

મુખ્યમંત્રીના ગઈકાલના રાજકોટના કાર્યક્રમમાં માત્ર ૪ સેકન્ડ માટે લાઈટ જતા એચ.ટી.૩ના ડેપ્યુટી એન્જીનીયર ગોહેલની તાત્કાલીક અસરથી અંજાર ખાતે બદલી કરી દેવામાં આવી છે. આ ઘટનાના વિરોધમાં ઈજનેરોનું સંગઠન જીબીયા મેદાનમાં ઉતર્યું છે. ખોટી રીતે વગર વાંકે કરવામાં આવેલી બદલી તાત્કાલીક અસરથી રોકવાની માંગ સાથે જીબીયાના નેજા તળે ઈજનેરોએ શહેર વર્તુળ કચેરી ખાતે આજે રામધુન બોલાવી રોષ ઠાલવ્યો હતો અને આ મામલે આંદોલન કરવાની પણ જીબીયાએ તૈયારી દર્શાવી છે.

સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ગઈકાલે મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ૧૧ કેવીના કસ્તુરી ફીડરમાં લાઈટીંગ એરેસ્ટર ફાટતા ફિડર આશરે ૪ થી ૫ સેકન્ડ માટે બંધ થયેલ હતો તે દરમિયાન તુર્ત જ નિયમ મુજબ જનરેટર ઉપર પાવર લઈ લેવામાં આવ્યો હતો. સભામાં આના કારણે કોઈ વિપક્ષે પડયો ન હતો. નેટવર્ક ખુલ્લુ હોવાથી ટ્રીપીંગ આવવાની શકયતાઓ ખુબ રહેતી હોય અને તે અધિકારીના વાતની હા હોતી નથી જેથી જનરેટરનો સેટ અવશ્ય રાખવામાં આખવામાં આવતો હોય છે પરંતુ લાઈટ જતાં એચટી-૩ સબ ડીવીઝનના નાયબ ઈજનેર એચ.એમ.ગોહેલની તાત્કાલીક અસરી અંજાર ખાતે બદલી કરી દેવામાં આવી છે.

Dsc 7920

એચ.એમ.ગોહેલ દ્વારા વર્ષો પૂર્વે સબ ડીવીઝનમાં અસહ્ય વર્કલોડ હોવાથી બાઈફરકેશનની પ્રપોઝલ મુકવામાં આવી છે. ઉપરાંત સ્ટાફની અછત હોવાી પુરતો સ્ટાફ આપવા જણાવાયું છે. આ વિસ્તારમાં નવા ૬૬ કેવી સબ સ્ટેશનની તાત્કાલીક જરૂરીયાત હોય તેની પ્રપોઝલ પણ મોકલવામાં આવી છે. આમ છતાં મેનેજમેન્ટે કોઈ ધ્યાન આપ્યું ન હોય તેમાં પણ વગર વાંકે લાઈટ જતી રહેતા બદલીનો ઓર્ડર કરવો જીબીયાએ અન્યાયકારી દર્શાવ્યો છે.

જીબીયાએ આક્ષેપ પણ કર્યા છે કે, ટોપ મેનેજમેન્ટની નિષ્ફળતાઓ જોવામાં આવતી નથી. જયારે નાના ઈજનેરોની કોઈપણ પ્રકારની ભુલ હોય કે ન હોય તેઓને સજા કરવામાં આવે છે. શહેર વર્તુળ કચેરીના એક પણ ઈજનેરને જો ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો તેનો તુર્ત જ પ્રતિકાર કરવામાં આવશે. તાત્કાલીક બદલીના વિરોધમાં જીબીયાએ આજે શહેર વર્તુળ કચેરી ખાતે રામધૂન બોલાવી હતી અને આ બદલી રોકવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

તાત્કાલીક બદલીથી મારો પરિવાર પરેશાનીમાં છે : એચ.એમ.ગોહેલ

Dsc 7925

ડે.એન્જી. એચ.એમ.ગોહેલ ‘અબતક’ને જણાવ્યું કે તેઓ છેલ્લા ચાર વર્ષથી એચટી-૩ સબ ડિવિઝનમાં ફરજ બજાવી રહ્યાં છે. તેઓએ રયાત્રા લોકમેળો સહિતના તમામ જાહેર પ્રોગ્રામમાં સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવા માટે શકય તેટલા પ્રયાસો કર્યા જ છે. પરંતુ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં અચાનક કસ્તુરી  ફીડરમાં લાઈટીંગ એરેસ્ટર ફાટતા ૪ સેક્ધડ માટે પાવર બંધ યો હતો. આ ફોલ્ટ ટેકનીકલ હતો, માનવસર્જીત ન હતો તેમ છતાં સાંજે ૭ વાગ્યે તેઓની અંજાર સર્કલ ખાતે બદલી કરી દેવામાં આવી છે. તેના કારણે તેનો પરિવાર પરેશાનીભર્યા વાતાવરણમાં છે.

ડે.ઈજનેરની બદલી ન્યાયના સિદ્ધાંતની વિરુધ્ધમાં: પરેશ ભારદ્વાજ

Dsc 7924

શહેર વર્તુળ કચેરીના સર્કલ સેક્રેટરી પરેશ ભારદ્વાજે ‘અબતક’ને જણાવ્યું હતું કે, એચ.એમ.ગોહેલની બદલી કુદરતના ન્યાયના સિદ્ધાંતની વિરુધ્ધ છે. જેનો અમલ સખ્ત વિરોધ કરીએ છીએ. અમારી માંગણી છે કે, ખોટી રીતે કરવામાં આવેલી આ બદલીને તાત્કાલીક અસરી રોકવામાં આવે. જો આ બદલી રદ્દ કરવામાં નહીં આવે તો અન્ય સર્કલ દ્વારા પણ ટેકો જાહેર કરાયો છે તો તેઓને સો રાખી આંદોલન પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.