Abtak Media Google News

જુનાગઢના હાસ્યના બેતાજ બાદશાહ રસીક બગથરીયા સાથે લોકગાયક વિમલ મહેતાએ ગીતોની રમઝટ બોલાવી

રાજકોટ સીટી વુમન્ડ કલબના ઉપક્રમે વિકલાંગ બહેનો માટે ભવ્યાતીભવ્ય હાસ્ય દરબારનો કાર્યક્રમ મંગળવારે બપોરે ૩.૩૦ કલાકે હેમુગઢવી હોલ ખાતે યોજાયો હતો. આ હાસ્ય દરબારમાં જુનાગઢના હાસ્યના બેતાજ બાદશાહ રસીકભાઇ બગથરીયા સાથે લોકગાયક વિમલભાઇ મહેતાએ ગીતોની રમઝટ બોલાવી હતી. સાથે સાથે રસીકભાઇ બગથરીયાએ પોતાની હાસ્ય વાણીથી દિવ્યાંગ બહેનો પેટ પકડીને હસી પડયા હતા.

Vlcsnap 2018 03 21 08H53M27S96Vlcsnap 2018 03 21 08H55M33S86આ કાર્યક્રમની શરુઆત રાજકોટના ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ તેમજ રાજકોટ સીટી વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતાએ દીપ પ્રાગટય કરીને કરી હતી. કાર્યક્રમમાં હાસ્યની સાથો સાથ લોક ગાયક વિમલભાઇ મહેતાએ ગીતોની રમઝટ બોલાવી હતી. તેમજ ખાસ મહેમાન તરીકે ખ્યાતનામ કલાકાર સાંઇરામ દવેના પિતા વિષ્ણુપ્રસાદ દવે ખાસ હાજર રહ્યા હતા. અને અંદાજે ૪૦૦ થી વધુ મહીલાઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

Vlcsnap 2018 03 21 08H54M42S104

અબતક સાથેની વાતચીત દરમિયાન હિના મોદીએ કહ્યું હતું કે રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેનો મુખ્ય કેન્દ્ર બહેનોને આનંદમાં લાવવા માટે અને હાસ્યના પ્રોગ્રામથી બહેનોને ખુબ જ મજા આવે છે અને બહેનો ખુબ જ આનંદિત થયા છે. અમારો હેતુ એ છે ગ્રુપના બેસ્ટમાં બેસ્ટ પ્રોગ્રામો રાજકોટમાં ન થયા હોય તેવા પ્રોગ્રામો જે ખાસ કરીને બહેનોને મોરીવેર કરે એવા અમારા પ્રયત્નો રહેશે.

Vlcsnap 2018 03 21 08H55M07S81

અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ સીટી વુમન્સ કલબના ચેરમેન બિંદુ મહેતાએ જણાવ્યું કે રાજકોટ સીટી વુમન્ડ કલબ ની સ્થાપના અમે ર ડીસેમ્બર ૨૦૧૭માં કરી હતી. અને ૨૦૧૮નો અમારો ત્રીજો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. અને આખા વર્ષ દરમિયાન અમે ૧ર થી ૧૪ પ્રોગ્રામ કરવાના છીએ ફેબ્રુઆરીમાં મધર ઇન્ડીયા એ નાટક બનાવ્યું હતું અને આ અમે જે સંસ્થા સ્થાયી છે તે ખાસ બહેનો માટે એનો એક જ ઉદેશ છે તે આનંદીબેનનું સપનું હતું કે આપણે સ્ત્રીઓનું શસકિતકરણ કરી બહેનો કઇ રીતે આગળ આવે બહેનો કઇ રીતે ઘરની બહાર આવે તો પોતાના આખા દિવસના કામમાંથી મુકત થઇ બધા પ્રોગ્રામ અમે બપોરના ૩ થી ૬ વચ્ચે કરવાની છીએ. કાર્યક્રમમાં ખાસ અમારા હાસ્ય પ્રોગ્રામના મુખ્ય મહેમાન હતા રાજકોટના ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબહેન શાહ, ભાજપના મહીલા સભ્ય કાશ્મીરાબેન નથવાણી તથા જૈન સોશ્યિલ ગ્રુપ રીજીયનના પીઆરો અને નાગરી બેંકના નિલેશભાઇ શાહ ઉ૫સ્થિત રહ્યા હતા.

Vlcsnap 2018 03 21 08H58M04S5Vlcsnap 2018 03 21 08H56M01S17

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.