Abtak Media Google News

‘બ્રહ્મત્વ એક ચિંતન’ શિબીરમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો વિચાર વિમર્શ કરશે: બીનાબેન આચાર્ય, પંકજ ભટ્ટ, જૈમન ઉપાઘ્યાય સહિતના મહાનુભાવો હાજરી આપશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુકાલાતે

પરશુરામ ગ્રુપ દ્વારા બપોરના ૩ થી પ શહેરના હેમુ ગઢવી હોલ ખાતે ગુજરાત રાજય વિધાનસભાના અઘ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી સાથે ઉધોગ જગત શૈક્ષણિક ક્ષેત્ર, તબીબી ક્ષેત્ર, ધારાશાસ્ત્રીઓ તેમજ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીયો સામાજીક તેમજ વ્યાપારીક વિકાસ સંદર્ભે વિચારગોષ્ઠી કરી શકે તેવા ઉમદા હેતુથી બ્રહ્મત્વ એક ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

ઉપરોકત શિબીરમાં રાજકોટ જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજની અઘ્યક્ષતામાં મેયર બીનાબેન આચાર્ય, પંકજભાઇ ભટ્ટ, પૂર્વ મેયર જયમનભાઇ ઉપાઘ્યાય, સુરેશભાઇ નંદવાણા (ભવાની ઇન્ડસ્ટીઝ) મનીષભાઇ માંડેકા (રોલેક્ષ ઇન્ડસ્ટ્રીઝ) હિતેશભાઇ દવે(ડિવાઇન ગ્રુપ) રામભાઇ મોકરીયા (મારુતી કુરીયર) ડો. પ્રકાશ મોઢા (ન્યુરો સર્જન) ડો. રાજેન્દ્ર ત્રિવેદી (ન્યુરો સર્જન) ડો. બકુલભાઇ વ્યાસ, ધારાશાસ્ત્રી સંજયભાઇ વ્યાસ, હિતેશભાઇ દવે, મહેશભાઇ ત્રિવેદી, વિજયભાઇ દવે, શૈક્ષણિક જગતન ગીજુભાઇ ભરાડ, પુષ્કરભાઇ રાવલ, નેહલભાઇ શુકલ, ડો. શૈલેષભાઇ જાની, સામાજીક અગ્રણીઓ દેવાંગભાઇ માંકડ, છેલાભાઇ જોશી, શૈલેશભાઇ દવે સહીત વિવિધ ક્ષેત્રના  મહાનુભાવો ઉ૫સ્થિત રહેશે. આ ભવ્ય ચિંતન શિબિરમાં દરેક સમાજના અગ્રણીઓને બહોળી સંખ્યામાં પધારવા અનુરોધ કરાયો છે.

ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા પંકજભાઇ રાવલ, દિપકભાઇ ભટ્ટ, સતીષભાઇ રાવલ, નિરંજનભાઇ દવે, સમીરભાઇ ખીરા, દિપકભાઇ સુડીયા, જે.કે. શુકલા, રાજુઅદા હિેરન જોષી રાજેશ મહેતા, આશિત જાની સહીતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા અને કાર્યક્રમ માટે પંકજભાઇ રાવલ, સમીરભાઇ ખીરા, નિરંજનભાઇ દવે, જયંતભાઇ ઠાકર, દિપકભાઇ ભટ્ટ અને સતીષભાઇ રાવલે અબતકની શુભેચ્છા મુલકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.