Abtak Media Google News

૧૮ અને ૧૯મીએ જિલ્લા ચૂંટણી અધિકારી હાથ ધરશે ચેકિંગ, ૨૦મીએ કેન્દ્રને સંપૂર્ણ સજજ કરી દેવાશે

મત ગણતરીમાં વખતે જીનેસીસના બદલે સુવિધા સોફટવેરનો ઉપયોગ કરાશે

મત ગણતરી કેન્દ્રમાં તમામ વ્યવસ્થાઓ ગાઠવવાનું કામ ૧૭મી સુધીમાં પૂર્ણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ તા.૧૮ અને ૧૯ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી આ વ્યવસ્થાનું ચેકિંગ પણ હાથ ધરશે. ત્યારબાદ તા.૨૦ના રોજ કેન્દ્રને સંપૂર્ણ સજ્જ જાહેર કરી દેવામાં આવશે. વધુમાં મત ગણતરીમાં આ વખતે જીનેસીસના બદલે સુવિધા સોફટવેરનો ઉપયોગ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં ગત તા.૨૩ એપ્રીલના રોજ મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. ત્યારબાદ હવે આગામી ૨૩મી મે ના રોજ મત ગણતરીની પ્રક્રિયા યોજાવાની છે. જેના માટે ચૂંટણીપંચે તમામ જિલ્લા ચૂંટણી તંત્રને સજ્જ થવા માટે સુચનાઓ આપી છે. ઉપરાંત એવો પણ આદેશ કરવામાં આવ્યો છે કે, તા.૧૭ સુધીમાં મત ગણતરી કેન્દ્રમાં મંડપ, લાઈટ, પાણી, કોમ્પ્યુટર, એલઈડી સ્ક્રીન, પ્રોજેકટ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરીને રિપોર્ટ કરવાનો રહેશે.

ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ તા.૧૮ અને ૧૯ના રોજ ચેકિંગ હાથ ધરી તમામ વ્યવસ્થાની ચકાસણી કરવાની રહેશે. બાદમાં તા.૨૦ના રોજ મત ગણતરી કેન્દ્રને સંપૂર્ણ રીતે સજ્જ કરી દેવાનું રહેશે.મત ગણતરી વખતે દર વર્ષે જીનેસીસ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ આ વખતે સુવિધા સોફટવેરનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ સોફટવેરમાં ડેટા એન્ટ્રી કેમ કરવી અને રિઝલ્ટ સીટ કેમ તૈયાર કરવી તે અંગે માર્ગદર્શન આપવા માટે ૫૫૦ કર્મચારીઓના તાલીમ વર્ગનું આગામી સોમવારે હેમુગઢવી હોલમાં આયોજન કરવામાં આવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.