Abtak Media Google News

છલકા…યે…જા

બજારમાં ચલણી નોટોના વધેલા પ્રમાણથી ફૂગાવો વધવાની સંભાવનાથી કેન્દ્ર સરકારે ૨૦૦૦ રૂ .ની નવી નોટ હાલ નહીં છાપવાનો નિર્ણય કર્યો

છેલ્લા ચારેક દાયકાથી કેન્દ્ર સરકાર માટે વિવિધ કારણોસર માથાના દુ:ખાવા રૂ પ બનેલી કાળાનાણાંની સમસ્યાની કાબુમાં લેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૮મી નવેમ્બર ૨૦૧૬માં રૂ .૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટોને બંધ કરવાની જાહેરાત કરી હતી. સરકારી અંદાજ મુજબ નોટબંધી સમયે બજારમાં રહેલી ૧૫ લાખ કરોડની ૫૦૦ અને ૧૦૦૦ રૂ .ની નોટોમાં ૩ લાખ કરોડની નોટો બે નંબરી હોય પરત નહી આવે પરંતુ આવી રદ થયેલી નોટો ૧૫ લાખ કરોડ રૂ .ની આસપાસ બેંકોમાં જમા થઈ હતી જેથી સરકારનો નોટબંધી કરવાનો ઉદેશ્ય પાર પડયો નહતો. નોટબંધી સમય દરમ્યાન લોકોની રોકડ ચલણી નોટોની સમસ્યા નિવારવા ૨૦૦૦ અને ૫૦૦ની નવી નોટો સરકારે ચલણમાં મૂકી હતી હાલમાં આ નોટોની સંખ્યા ૨૫ લાખ કરોડને પાર કરી ગઈ છે. જેથી કેન્દ્ર સરકારે હવે ૨૦૦૦ની નોટો નહી છાપવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

કેન્દ્ર સરકારે બજારમાં ચલણમાં રહેલી ૫૦૦ અને ૨૦૦૦ની નોટોની વધેલી સંખ્યાથી ફુગાવો વધવાની શકયતાને ધ્યાનમાં લઈને ૨૦૦૦ની નોટો હાલ નહી છાપવાનો નિર્ણય કર્યો છે. એટીએમ મશીનમાં જૂની નોટોની ગણતરી થવામાં મુશ્કેલી પડતી હોય સામાન્ય રીતે નવી નોટોજ નાખવામાં આવે છે. કેન્દ્ર સરકારે ૨૦૦૦ની નવી નોટો છાપવાનો નિર્ણય કરતા મોટાભાગની બેંકોએ તેમના એટીએમોમાં ૨૦૦૦ની જૂની નોટોનાં સ્થાને ૫૦૦ રૂ ા.ની નવી નોટો વધુ પ્રમાણમાં નાખવાની શરૂ આત કરી દીધી છે. જેના કારણે ૨૦૦૦ની નોટો એટીએમમાં ઓછી નાખતી હોય લોકોમાં એવી અફવા ફેલાઈ છે કે કેન્દ્ર સરકાર બંધ કરી રહી છે. આ મુદે રિઝર્વ બેંક અને નાણા મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ૨૦૦૦ની નોટો બંધ કરવાની સરકારની કોઈ વિચારણા નથી.ગયા વર્ષે આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ જણાવ્યું હતું કે તેણે ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટો છાપવાનું બંધ કરી દીધું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલય દ્વારા બેંકોને કોઇ નિર્દેશ આપવામાં આવ્યા નથી પણ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બેંકોેએ પોતાની જાતે જ એટીએમમાં ઓછા મૂલ્યની નોટો નાખવાનું શરૂ  કર્યુ છે.  એવી પણ ખર્ચાએ મેર પકડયુ છે કે કેટલીક બેંકોએ પોતાના એટીએમનું રેકેલિબેરેશન શરૂ  કરી દીધું છે અને બાકીની બેંકો પણ ટૂંક સમયમાં આ પ્રક્રિયા શરૂ  કરશે. સરકારી બેંક ઇન્ડિયન બેંકે અગાઉ જ જાહેરાત કરી દીધી છે કે તે એટીએમમાં ૨૦૦૦ રૂ પિયાની નોટ નાખશે નહીં.૨૦૦૦ રૂપિયાની નોટના છૂટા

મળવા મુશ્કેલ હોવાથી બેંકોએ ૨૦૦૦ રૂપિયાની નોટ એટીએમમાં નહીં નાખવાનો નિર્ણય લીધો છે. આરટીઆઇ હેઠળ પૂછવામાં એક પ્રશ્રના જવાબમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૦૦૦ રૂપિયાની ૩૫૪.૨૯૯૨ કરોડ નોટો છાપવામાં આવી હતી. જો કે ૨૦૧૭-૧૮માં આ સંખ્યા ઘટાડીને ૧૧.૧૫૦૭ કરોડ થઇ ગઇ હતી. ૨૦૧૮-૧૯માં ફક્ત ૪.૬૬૯૦ કરોડ નોટ જ છાપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ૮મી નવેમ્બર, ૨૦૧૬માં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચણણી નોટ રદ કરી દીધી હતી.  એક પ્રશ્રના જવાબમાં નાણા મંત્રાલયના રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે ૨૦૦૦ રૂ ની નોટ બંધ કરવાની સરકાર કોઈ યોજના નથી.આ નોટ બંધ કરવાની  ઉઠતી વાતો માત્ર અફવા સમાન છે.

અનુરાગ ઠાકુરે તેમના જવાબમાં જણાવ્યું હતુ કે ૪ નવેમ્બર ૨૦૧૬માં ૧૭,૭૪,૧૮૭ કરોડના મૂલ્યની નોટો બજારમાં ફરતી હતી ૨ ડીસેમ્બરના ૨૦૧૯માં વધીને ૨૨,૩૫,૬૪૮ કરોડના મૂલ્યની નોટો બજારમાં છે. નોટ ઈન સરકયુલેશન (એનઆઈસી)નાં બજારમાં ફરતી નોટોની સરેરાશ ગણતરી મુજબ દર વર્ષે ૧૪.૫૧ ટકાનો વધારો નોંધાયો છે.જે મુજબ ઓકટોબર ૨૦૧૪થીઓકટોબર ૨૦૧૬ વચ્ચેના સમયગાળામાં બજારમાં ફરતી નોટોની ગણતરી કરીએ તો ૨૫,૫૪,૨૫૩ કરોડ નોટો બજારમાં ચલણમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.