Abtak Media Google News

ઘઉ-ચોખા, તુવેરદાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલના વેચાણ પર વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશનદરમાં રૂ.1.92 થી લઇને રૂ.125 સુધીનો વધારો જાહેર કરતી સરકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો એટલે કે પંડિત દીન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના સંચાલકોને આપવામાં આવતા કમિશનના દરમાં તા. 1લી જાન્યુઆરી 2022થી અમલમાં આવે તે રીતે વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, રાજ્યના વાજબી ભાવના દુકાન સંચાલકોના એસોસીએશન તથા વિવિધ પદાધિકારીશ્રીઓ તરફથી વખતોવખત કમિશન વધારો કરવાની મળેલ રજુઆતના અનુસંધાને મુખ્યમંત્રીશ્રીએ સકારાત્મક દૃષ્ટીએ વિચારણા કરી ને આ કમિશનમાં વધારો કરી આપીને દુકાન સંચાલકોની પોષણક્ષમતામાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો છે. તેમણે કહ્યું કે, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ મારફતે રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અર્તગત રાજયના હાલ કુલ 70 લાખ રેશનકાર્ડધારકો અને 3 કરોડ 45 લાખ જનસંખ્યાને દર માસે આશરે 17000થી વઘુ વાજબી ભાવની દુકાનો મારફતે આધાર બેઇઝડ આધારિત વિતરણ પધ્ધતિથી ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ, આયોડાઇઝડ મીંઠુ અને વર્ષમાં બે વખત રીફાઇન્ડ કપાસિયા તેલનું વિતરણ કરવામાં આવે છે.

આ વિતરણ વ્યવસ્થાનું રાજ્ય સરકાર દ્વારા ગઈંઈ દ્વારા વિકસાવેલ સોફટ્વેર મારફ્તે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ 5ઘ્ઘતિથી અમલીકરણ થાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ વાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશનમાં વધારો કરવાનો જે નિર્ણય કર્યો છે તદ્અનુસાર ઘઉં/ ચોખામાં પ્રતિ કિવ. મળતા હાલના કમિશનમાં રૂ.42/-નો વઘારો કરીને હવે રૂ.150/- પ્રતિ કિવ. કમિશન આપાશે. તુવેરદાળમાં પ્રતિ પાઉચ/કિલો હાલના કમિશનમાં રૂ.1.92/-નો વઘારો કરતાં હવે રૂ.3/- પ્રતિ પાઉચ/કિલો કમિશન મળશે. ખાંડમાં પ્રતિ કિવ. હાલના કમિશનને ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.90/-નો વઘારો કરતાં હવે રૂ.150/- પ્રતિ કિવ. કમિશન મળતું થશે.

મીઠામાં પ્રતિ કિવ. હાલના કમિશનને પણ ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.125/-નો વઘારો કરતાં હવે રૂ.150/- પ્રતિ કિવ. કમિશન મળશે.  ખાઘતેલમાં પ્રતિ પાઉચ/ લીટર હાલના કમિશનમાં રૂ.2/-નો વઘારો કરતાં હવે રૂ.5/- પ્રતિ પાઉચ/ લીટર કમિશન મળશે. મંત્રી  જીતુભાઇ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે વ્યાજબી ભાવના દુકાનદારોના લાંબા સમયથી 5ડતર પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવી દીધો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ચાલુ વર્ષનો સંભવિત ખર્ચ રૂ.31/-કરોડ તથા આગામી વર્ષ 2022 -23 માં વાર્ષિક ખર્ચમાં રૂ.130/- કરોડનો વધારાનો ખર્ચ થવાની સંભાવના છે.

NFSA કાર્ડ ધરાવતા 70 લાખ પરિવારોને હવે રૂ.50 કિલોના ભાવે મળશે તુવેરદાળ

રાજ્ય સરકાર વાર્ષિક રૂ. 120 કરોડનો વધારાનો  બોજ વહન કરશે

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 હેઠળ સમાવિષ્ટ 70 લાખ કુટુંબોને દર માસે રાહતદરે કઠોળના વિતરણ માટે પ્રતિ કુટુંબ 1 કિલો તુવેરદાળ હવે 50 રૂપીયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ ભારત સરકાર વતી નાફેડ દ્વારા રાજય સરકારને તુવેરદાળનો જથ્થો પુરો પાડવામાં આવે છે.રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી  જીતુભાઇ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાના ભાવનો દર ત્રણ/ચાર માસે બદલાતાં, વેચાણ કિંમત પણ બદલાતી રહેતી હતી, આથી રેશનકાર્ડઘારકો માટે તુવેર દાળનો વિતરણ ભાવ 5ણ બદલાતો રહેતો હતો.

પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે, તુવેરદાળની આ યોજનામાં પ્રતિ કિલો એ રૂ.30/- ફીક્સ સબસીડી રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ હોવાથી ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાનો ભાવ તથા તેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નિગમના ગોડાઉનથી વ્યાજબી ભાવની દુકાનો સુઘી 5હોંચતી કરી, દુકાનદારોનું કમિશન ખર્ચ ગણીને લાભાર્થીઓ સુઘી વિતરણ કરવામાં આવે છે ત્યાં સુઘીના આનુષાંગિક ખર્ચને આધારે તુવેરદાળની વેંચાણ કિંમત નિયત થાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તુવેરદાળના વિતરણ બાબતે અનિશ્ચિતતા ન રહે તથા સરળતાથી યોજનાનું અમલીકરણ થાય અને એકંદર બજારભાવો સ્થિર રહે તે માટે અને રેશનકાર્ડધારકો તુવેરદાળનો ઉપયોગ કરે તે માટે તુવેરદાળનો વિતરણભાવ રૂ.50/- પ્રતિ કિલો ફિકસ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

શિક્ષણ મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, તુવેરદાળનું રૂ.50/- પ્રતિ કિલોના ભાવે વિતરણ આગામી મહિનાથી થશે.  જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, રાજયની પ્રજાને અત્યંત રાહતદરે કઠોળ પુરું પાડીને કુપોષણ સામે રક્ષણ આ5વા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની આ સરકાર કટિબઘ્ઘ છે. રાજય સરકારે કરેલા આ નિર્ણયને પરિણામે દર મહીને રૂ.11/-કરોડ જેટલો વઘારાનો સબસીડી ખર્ચ થશે અને વાર્ષિક રૂ. 120/- કરોડનો વધારાનો બોજ રાજય સરકાર વહન કરશે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.