Abtak Media Google News

એસપી અંતરિપ સૂદે ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો: ‘અબતક’ ચેનલ પર ક્રિકેટ રસિકોએ લાઇવ મેચ માણ્યો: સેમી ફાઇનલમાં સર્જક (બી) અને એકતા ઇલેવનનો પરાજય થતા દર્શન ઇલેવન અને એલ.કે.સ્ટાર વચ્ચે ફાઇનલ મુકાબલો: રન આઉટ અને સ્ટમ્પીંગના થર્ડ અમ્પાયરની મદદથી નિર્ણય લેવાયા

શહેરના મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે રાજકોટ ‚રલ પોલીસ આયોજીત ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દિલધડક સેમી ફાઇલન રમાઇ હતી. સેમી ફાઇનલ મેચનો જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદે ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો હતો. બંને સેમી ફાઇનલ મેચનું ‘અબતક’ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવતા ક્રિકેટ રસિકો દ્વારા બંને સેમી ફાઇનલ મેચ મોડીરાત સુધી ટીવી પર નિહાળી પસારણની પ્રસંશા કરી હતી. આજે દર્શન ઇલેવન અને એલ.કે.સ્ટાર ઇલેવન વચ્ચે ફાઇનલમાં ખરાખરીનો જંગ જામશે બંને ધડખમ ટીમ સેમી ફાઇનલમાં ભવ્ય વિજય સાથે જીતના આત્મ વિશ્ર્વાસ સાથે મેદાનમાં ઉતરશે ફાઇનલ મેચનું ‘અબતક’ ચેનલ પરથી જીવંત પસારણ કરવામાં આવનાર છે.

મવડી હેડ કવાર્ટર ખાતે આઠ ટાવર ઉભા કરી ૧૩૦ લાઇટીંગ સાથે ઝળહળતા ગ્રાઉન્ડમાં પ્રથમ દર્શન ઇલેવન અને સર્જક (બી) ટીમ વચ્ચે રમવાનો હોવાથી જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદે ગ્રાઉન્ડ પર ટોસ ઉછાળ્યો હતો. દર્શન ઇલેવન ટીમના કપ્તાન બી.ટી.ગોહિલે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નિર્ધારીત ૧૨ ઓવરમાં દર્શન ઇલેવને ૧૨૮ રન ફટકાર્યા હતા. ૧૨૯ના લક્ષ્યાંક સાથે દાવમાં આવેલી સર્જક (બી) ટીમ ૯૮ રન બનાવી શકી હતી. દર્શન ઇલેવનનો ૩૦ રન સાથે ભવ્ય વિજય થયો હતો. બીજો સેમી ફાઇનલ એકતા ઇલેવન અને એલ.કે. સ્ટાર વચ્ચે રમાયો હતો. ત્યારે એડમન ડીવાય.એસ.પી. ગૌસ્વામીએ ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો હતો. એકતા ઇલેવને ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પ્રસંદ કરી હતી. એલ.કે.સ્ટારે ૧૨ ઓવરમાં ૧૨૮ રન બનાવ્યા હતા જેની સામે છેલ્લી અવરના છેલ્લા બોલ સુધી મેચની રસાકસી રહી હતી. એકતા ઇલેવનની ટીમ ૧૨૫ રન બનાવતા માત્ર બે રનથી પરાજય થયો હતો.

બંને ટીમના મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડીને પૂજારા ટેલિકોમના ધ્રુરાજસિંહના હસ્તે ઇનામ અપાયા હતા. બને સેમી ફાઇનલમાં અમ્પાયર તરીકે પ્રદિપસિંહ જાડેજા, રાજેન્દ્ર સેલારકાએ સેવા આપી હતી. જ્યારે શિરિષ ચૂડાસમા, મુકેશ બારોટ અને ભરત કુછડીયાએ કોમેન્ટ્રી આપી હતી. સેમી ફાઇનલમાં વિજેતા બનેલી દર્શન ઇલેવન અને એલ.કે.સ્ટાર ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાશે ચેમ્પીયન ટીમને ‚ા.૫૧ હજાર અને રનર્સઅપ ટીમને ‚ા.૨૫ હજારના ઇનામ સહિતના પુરસ્કાર આપવામાં આવનાર છે. ફાઇનલ મેચ નિહાળવા જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ ઉપરાંત ટૂર્નામેન્ટના સ્પોન્સરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.