Abtak Media Google News

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાની ઘટનાના ગંભીર પ્રત્યાઘાત: પોલીસના ધાડેધાડા ઉતારાશે: બંદોબસ્તમાં ડ્રોન કેમેરાની મદદ લેવાશે

પોલીસ વડા વિકાસ સહાય, આઇબીના વડા અનુપમસિંહ ગેહલોત અને લો એન્ડ ઓર્ડરના વડા નરસિંમ્હા કોમર દ્વારા પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા લેખિતમાં જાણ કરી

રામ ભક્ત હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિતે હનુમાન ભક્તો દ્વારાઠેર ઠેર શોભાયાત્રા કાઢી ભાવ ભેર હનુમાન જયંતીની ઉજવણી કરવાના હોવાથી શોભાયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજયભરના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને ચુસ્ત બંદોબસ્ત જાળવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે. તેમજ શોભાયાત્રાના રુટ પર ડ્રોન કેમેરાની મદદ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ભગવાન રામના જન્મોત્સવ નિમિતે નીકળેશી શોભાયાત્રા પર વડોદરાના ફતેપુરા ગરનાળા વિસ્તારમાં થયેલા પથ્થમારાની ઘટનાના રાજયભરમાં ગંભીર પ્રત્યાઘાત પડયા છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા અસામાજીત તત્વો શોભાયાત્રા પર હુમલો કરી રાજય બહાર ભાગી ગયા હશે તો પણ તેને ઝડપી લેવામાં આવશે તેમ તાજેતરમાં જણાવ્યુ હતું.

રામનવમીએ બનેલી વડોદરાની ઘટનાનું પુન:રાવર્તન ન થયા તે માટે તકેદારી રાખવા ગૃહ વિભાગ દ્વારા કરાયેલી તાકીદના પગલે રાજયના પોલીસ વડા વિકાસ સહાય, લો એન્ડ ઓર્ડરના વડા નરસિમ્હા કોમર અન્ે આઇબીના વડા અનુપમસિંહ ગેહલોત દ્વારા રાજયભરના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ચુસ્ત બંદોબસ્ત જાળવવા જાણ કરી છે.હનુમાન જંયતીની શોભાયાત્રાના રુટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી વીડિયો રેકોર્ડીગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. શોભાયાત્રા પર પથ્થરમારો કરતા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવા પણ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી છે.

રાજકોટમાં શોેભાયાત્રાના રુટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જાળવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગ દર્શન હેઠળ જેસીપી સૌરંભ તોલંબીયા, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઇ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ક્યુઆરટી અને તમામ પોલીસ મથકના સ્ટાફ બંદોબસ્તમાં જોડાઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર બાજ નજર રાખવામાં આવશે તેમ જણાવવામાં આવી રર્હ્યુંં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.