Abtak Media Google News

પાંચ મેચની સિરીઝમાં વિન્ડિઝ 1-0 થી આગળ: ભારતને 4 રને મ્હાત આપી

કેરેબિયન ધરતી ઉપર ટેસ્ટ સિરીઝ ત્યારબાદ વન-ડે સિરીઝ જીત્યા બાદ ગઈકાલથી પાંચ મેચોની ટી20 સિરીઝ શરૂ થઈ છે. જેમાં ભારતીય બેટ્સમેનો અને બોલરોની ડિસિપ્લિન વગરની રમતે ટીમને ચાર રને હારવા પર મજબૂર બનાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતના બેટ્સમેનોને સ્પીનના પાઠ ભણાવ્યા હતા. કારણ કે વિશ્વ ક્રિકેટ ઈતિહાસમાં એ માનવામાં આવે છે કે ભારત સ્પીન સામે ખૂબ સારી રીતે રમી શકે છે. પરંતુ ગઈકાલે વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ જે રીતે ભારતીય બેટ્સમેનોની વિકેટો પાડી તેને જોઈ એ વાત સ્પષ્ટ થઈ હતી કે ભારતે પીનના પાઠ શીખવા પડશે. બીજી તરફ અક્ષર પટેલ જેવા દિગજ સ્પીનરો પણ પોતાની ફીરકીને યોગ્ય રીતે અપનાવી શક્યા ન હતા. કારણકે વેસ્ટ ઈન્ડિઝના જે ખેલાડીઓ કાલે પ્રથમ ટી20 મેચ રમ્યા તેમાં ઘણા નવોદિત હતા.

ભારતીય બેટ્સમેનોના કંગાળ દેખાવને કારણે વિન્ડિઝે પ્રથમ ટી-20માં ચાર રનથી રોમાંચક જીત હાંસલ કરી લીધી હતી. જીતવા માટેના 150ના ટાર્ગેટનો પીછોકરતાં ભારતે એક તબક્કે ચાર વિકેટે 113 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જોકે, વિન્ડિઝે બાજી પલ્ટી નાંખી હતી. ભારતે માત્ર 32 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. આખરે ટીમ ઈન્ડિયા 20 ઓવરના અંતે 9 વિકેટે 145 રન જ કરી શક્યું હતુુ. વિન્ડિઝે આ સાથે પાંચ ટી-20ની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. મેકોય, હોલ્ડર અને શેફર્ડે બે-બે વિકેટ ઝડપી હતી. ભારત તરફથી સૌથી વધુ 39 રન તિલક વર્માએ નોંધાવ્યા હતા. સૂર્યકુમારના 21 રન હતા. અગાઉ વિન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરતાં કેપ્ટન પોવેલના 48 અને પૂરણા 41 રનની મદદથી 6 વિકેટે 149 રન નોંધાવ્યા હતા. ચહલ અને અર્ષદીપે 2-2 વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.