Abtak Media Google News

ભાદર 1 જળાશય ખાતે નર્મદા નીરના વધામણા કરતા રાજુભાઈ ધ્રુવ

ભાદર 1 જળાશય ખાતે પ્રતીકાત્મક રીતે નર્મદા નીર ને વધામણા કરતાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન અને ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ એ જણાવ્યું કે સૌની યોજના નરેન્દ્રભાઇ મોદીએ 2012 માં શરૂ કરાવી હતી આ યોજનાનું ઝડપી અમલીકરણ અને રાજકીય ઇચ્છાશક્તિ થી આપણા પ્રજાવત્સલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નર્મદા નીરથી સૌરાષ્ટ્રના એક પછી એક જળાશયો ભરવાનું મહા અભિયાન હાથ ધરેલ છે સૌરાષ્ટ્રના 115 જળાશયો ભરવામાં આવશે સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાને પાણી વગર મુશ્કેલી ન પડે તેની સતત ચિંતા કરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દુષ્કાળ ભૂતકાળ બને એ દિશામાં કાર્ય કરી રહ્યા છે.

રાજુભાઈ એ વધુમાં જણાવ્યું કે મચ્છુ, આજી-1 વેરી,ન્યારી-1 સહિતના તળાવો નર્મદા નીરથી ભરવામાં આવેલા છે કોઈપણ સંજોગોમાં લોકોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રીએ  ત્વરિત નિર્ણય લઈને રાજકીય ઇચ્છાશક્તિથી ભાદર-1 જળાશય, શેત્રુંજી જળાશય સહિતના ડેમો નર્મદા નીરથી ભરવાનું નિર્ણય કરેલ છે.

સૌની યોજના માં પ્રથમ બે તબક્કામાં રૂપિયા 2835 કરોડના કામો પૂર્ણ થયેલ છે અને ત્રીજા તબક્કામાં રૂપિયા 2110 કરોડના કામો પ્રગતિ હેઠળ છે નર્મદા નેરથી ગોંડલ વિસ્તારમાં વેરી તળાવ સહિત 35 ચેકડેમો નર્મદા નીરથી ભરવામાં આવ્યા છે નર્મદા નીરથી આ વિસ્તારમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પણ સિંચાઈને ફાયદો થશે તેમ જ જમીનના તળ પણ ઊંચા આવશે આ યોજના એ ગુજરાત સરકારની મહત્વકાંક્ષી યોજના છે આ યોજનાનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ 115 જળાશયોને નર્મદા નદીના નીરથી ભરવાનો છે સૌરાષ્ટ્ર વિસ્તાર કાયમી પાણીની તીવ્ર અછત ધરાવતો વિસ્તાર છે આથી સૌરાષ્ટ્ર વિસ્તારના પાણીની સમસ્યાને કાયમી ઉકેલ લાવવા તથા સિંચાઈ સુવિધા વધુ સુદઢ બનાવવા સૌની યોજનાનું આયોજન કરવામાં આવેલ છે.

રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાની અગત્યતાને ધ્યાનમાં લઈને વર્ષ 2012માં રાજકોટ ખાતેથી આ યોજનાની જાહેરાત કરી હતી હાલમાં જ યોજના ની લીંક 3 મારફત રાજકોટ શહેર ખાતે આવેલ આજી-1 જળાશયમાં અંદાજે 263 એમસીએફટી તથા ન્યારી-1 જળાશય માં અંદાજે કુલ 233 એમસીએફટી નર્મદા નીર સૌની યોજના મારફત ઠાલવવામાં આવેલ છે જેના દ્વારા રાજકોટ શહેરની લગભગ ઓગસ્ટ માસના અંત સુધીની પીવાના પાણીની સમસ્યા મહદઅંશે દૂર કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.