Abtak Media Google News

શહેરના સંતકબીર રોડ પર શકિત સોસાયટીમાં રહેતા ઉમેશ ભગવાનજીભાઈ અજાણીએ મોરબી રોડ પર રહેતા મહેશ વિરજીભાઈ ગજેરા, વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એવી ફરિયાદ દાખલ કરેલ કે, ફરિયાદીના પિતા સ્વ. ભગવાનજીભાઈ અજાણી તથા આરોપી મિત્ર હતા અને આરોપીને નાણાની જરૂર પડતા રૂ.૧૭.૫૦ લાખ હાથ ઉછીના આપેલા જે રકમ ૧૫ દિવસમાં પરત કરવા વિશ્વાસ રકમ રૂ ૧૭.૫૦ લાખ ચૂકવવા ચાર ચેકો આપેલા અને તે ચેકો સાથે ફરિયાદીના પિતાએ લેણી રકમ સંબંધેની ચીઠી સાથે રાખેલી જે ચેકો રીટર્ન થતા ફરિયાદ દાખલ કરવામાં આવેલી.

ઉપરોકત કેસ ચાલી જતા આરોપીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા કાનુની આધારો સાતે લંબાણપૂર્વકની દલીલો કરી જણાવેલું કે ચેક હોલ્ડર ઈન ડયુ કોર્ષ નથી, જે કાંઈ વ્યવહાર હતો, તે વર્ષો પહેલાનો ફરિયાદીના ગુજરનાર પિતા સાથે વ્યાજનો વ્યવહાર હતો જે વ્યવહાર પૂર્ણ થઈ ગયલો અને સિકયોરીટી પેટે પડેલ ચેકોનો ફરિયાદીએ દૂર ઉપયોગ કરેલાના પૂરાવામાં જ રજૂ કરેલા

બંને પક્ષેની રજુઆતો લેખીત દલીલો, કાનુની આધારો તથા રેકર્ડ પરની હકિકતો લક્ષે લેતા વાદગ્રસ્ત ચેક આપવામાં આવ્યો તેસ મયે ફરિયાદીનું દેવુ તથા અન્ય જવાબદારી અસ્તિત્વમાં હોવાની તેમજ કાયદાકીય રીતે તે અમલને પાત્ર હોવાની હકિકત પૂરવાર કરવા અંગે પૂરાવાનો બોજો ફરિયાદ પક્ષના શીરે હોય છે.

જે હકિકતો લક્ષેલેતા ફરિયાદ પક્ષ પોતાનો કેસ પૂરવાર કરવામાં નિષ્ફળ નીવડેલા હોય, આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મૂકતો હુકમ ફરમાવવામાં આવેલ. ઉપરોકત કામના આરોપી મહેશ ગજેરા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમર સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલ હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.