Abtak Media Google News

સૌરાષ્ટ્ર ચાર્જના કલેકશનમાં ૧૦ ટકાનો વધારો: ‘રિકવરી સર્વે’ અને ‘પરસ્યુએશન’ વધતા કલેકશનમાં જોવા મળ્યો વધારો

ગત એસેસમેન્ટની સરખામણીમાં હાલનું કરદાતાઓને અપાયેલું રિફંડ ૧૦૦૬ કરોડને પાર: ગત વર્ષે કેપીટલ ગેઈન ટેકસ ૨૫૫ કરોડ મળતા ટાર્ગેટ બન્યો હતો સરળ

હાલ સમગ્ર દેશમાં આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે દેશને જે આવક થવી જોઈએ તે થઈ શકતી નથી અને તરલતાનો અભાવ પણ મુખ્યત્વે જોવા મળી રહ્યો છે. ત્યારે આવકવેરા વિભાગ દ્વારા બજેટ કલેકશનમાં જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તેને સમગ્ર દેશમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ત્યારે નાગપુર બાદ ગુજરાત રાજ્યનું બજેટ કલેકશન ૩.૮ ટકાના ગ્રોથ સાથે પ્લસમાં જોવા મળી રહ્યું છે.

Advertisement

આવકવેરા વિભાગના સંપર્ક સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ હાલ સૌરાષ્ટ્ર ચાર્જમાં ૨ હજાર કરોડની ડિમાન્ડ ઉભી થઈ છે. ત્યારે હાલની રિકવરીમાં ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રનો વિકાસદર માઈન્સ ૩૮ ટકા બજેટ કલેકશનમાં રિકવરી સ્વરૂપે જોવા મળ્યો હતો. જેમાં ૧૦ ટકાનો ઘટાડો થતાં રિકવરી માઈન્સ ૨૮ ટકાએ પહોંચી છે. આંકડાકીય માહિતી મુજબ સૌરાષ્ટ્ર ક્ષેત્રને આ વર્ષે ૩૨૦૧ કરોડનો બજેટ કલેકશનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેમાં હાલ નેટ ૧૨૬૦ કરોડની રિકવરી ઈ છે અને સરકારે તથા સીબીડીટીએ ૧૦૦૬ કરોડનું રિફંડ પણ કરદાતાને આપ્યું છે. એવી જ રીતે ગત વર્ષની વાત કરવામાં આવે તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા ૨૯૦૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેમાં નેટ કલેકશન ૧૭૫૦ કરોડે પહોંચ્યું હતું.

જેમાં સીબીડીટીએ કરદાતાઓને ૮૦૭.૫ કરોડનું રિફંડ આપ્યું હતું. પરંતુ ગત વર્ષે આવકવેરા વિભાગને ૨૫૫ કરોડનો કેપીટલ ગેઈન ટેકસ મેળવ્યો હતો. જેનું કારણ એ હતું કે, સ્થાનિક ઉદ્યોગ એકમે કંપની વહેંચી તેમાંથી કેપીટલ ગેઈન ટેકસ પેટે ૨૫૫ કરોડ ચૂકવ્યા હતા. જે કારણોવસ સીબીડીટી દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને પહોંચી વળવા માટે આવકવેરા વિભાગને મહેનત કરવાનો પ્રશ્ર્ન ઉદ્ભવીત થયો ન હતો. મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો બજેટ કલેકશન અને જે ડિમાન્ડ ઉદ્ભવીત કરવામાં આવી છે. જેમાં રિકવરી વધવાનું કારણ રિકવરી સર્વે અને પરસ્યુએશન માનવામાં આવે છે. સાથે સાથે લોકોને જાગૃત કરી બાકી રહેતી ટેકસની રકમની ભરપાઈ કરવા માટે પણ પ્રોત્સાહિત કરાઈ છે.

હાલ આવકવેરા વિભાગ દ્વારા મોરબી ખાતે શેર કેપીટલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જેના કારણોવસ મોરબીના અંદાજે ૩૦થી વધુ એકમોના પ્રતિનિધિ મંડળ અમદાવાદ ખાતે પહોંચ્યું હતું અને તેઓને રાહત મળે તે માટે હાજીજી પણ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર તેઓ વિરુધ્ધ જે ડિમાન્ડ ઉભી ઈ છે તેની સામે તેઓએ ૨૦ ટકા જેટલી પેનલ્ટી ભરવા પાત્ર હોય છે પરંતુ હાલ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેઓએ અપીલમાં જવાનો વિચાર કર્યો હોવાનું સામે આવ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ હાલ રિકવરી સર્વે આગામી માર્ચ મહિના સુધી ચાલશે. જેની અસર ખુબજ સારી જોવા મળી રહી છે.

સીબીડીટી અને આવકવેરા વિભાગ દ્વારા જે મોરબીના એકમો ઉપર ડિમાન્ડ રેઈસ કરવામાં આવી છે તે અત્યંત મોટી હોવાનું પણ ખુલ્યું છે ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ જે કોઈ એકમો તેની યોગ્ય માહિતી આપશે તો કાયદાકીય રીતે તેઓને ઘટતુ કરવામાં આવશે તેવો ભરોષો આવકવેરા વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ રિકવરીનો આંક ઘણો મોટો છે પરંતુ મુખ્યત્વે આ તમામ કેસો અપીલમાં હોવાથી જે રીકવરી થવી જોઈએ તે થઈ શકતી નથી. રાજકોટ  ખાતે આવકવેરા વિભાગ દ્વારા જે રિકવરી હાથ ધરવામાં આવી છે તેમાં મહદઅંશે વધારો પણ જોવા મળ્યો છે. ત્યારે રિકવરી સર્વે આગામી માર્ચ મહિના સુધી ચાલશે તેવું સુત્રોમાંથી જાણવા પણ મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.