Abtak Media Google News

વિવિધ યોજનાઓના ૫૦ લાભાર્થીઓને કલેક્ટર રેમ્યા મોહન દ્વારા હાથોહાથ અપાયા હુકમો

રાજ્ય સરકાર દ્વારા વહિવટને પારદર્શી બનાવવાના ભાગરૂપે સરકારની યોજનાઓના લાભાર્થીઓને સીધો લાભ મળે તેવા પ્રયાસોના ભાગરૂપે ગઇકાલ તા.૩૦મીના રોજ કલેકટર સુ રેમ્યાવ મોહનના અધ્યનક્ષ સ્થારને ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Advertisement

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ઓપન હાઉસ કાર્યક્રમમાં મહેસુલ વિભાગની યોજનાઓના કુલ ૫૦ લાભાર્થીઓને કલેકટર સુ રેમ્યા મોહનના હસ્તેા વિવિધ હુકમો એનાયત કરાયા હતા. જેમાં બિન ખેતીના ૪૧ કેસ,  બિન ખેતી-પ્રીમીયમનો ૩ કેસ, સિટીઝનશિપ સર્ટીફિકેટશનના ૨ કેસ તથા પેટ્રોલીયમ સ્ટોરેજની એન.ઓ.સીનો ૧ કેસ, હેતુફેર અંગેના ૧ કેસ,ગોડાઉન માટે જમીન ફાળવણી-૧, જેટકો/ પી.જી.વી.સી.એલ.માટે જમીન ફાળવવાનો એક કેસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત, તમામ લાભાર્થીઓને હુકમો કલેકટરશ્રી દ્વારા હાથોહાથ અર્પણ કરાયા હતા.

આ તકે અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ મહેસૂલ વિભાગની વિવિધ સેવાઓની ઓનલાઈન અરજીઓ અંગેની માહિતી આપી હતી.આ વેળાએ બીનખેતી મામલતદારશ્રી હિતેષ તન્ના, નાયબ મામલદારશ્રી કેતન સખીયા વગેરે અધિકારીઓ અને લાભાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.