Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે

ગત રવિવારે દીક્ષા અંગીકાર કરનારાં નૂતન દીક્ષિત સાધ્વીરત્ના પૂજ્ય પરમ સ્વમિત્રાજી મહાસતીજી તેમજ પૂજ્ય પરમ આરાધ્યાજી મહાસતીજીને પંચ મહાવ્રતોથી આરોપિત કરવાં સ્વરૂપ વડી દીક્ષા અર્પણ કરવાનો અવસર કાલે સવારે ૦૯:૦૦ કલાકે આયોજિત કરવામાં આવ્યો છે.

મહાસતીજીઓના વડી દીક્ષા મહોત્સવનાં અવસર અંતર્ગત એમને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપી પંચ મહાવ્રતોથી આરોપિત કરવામાં આવશે. જૈન દર્શનમાં મુમુક્ષુ આત્માઓને દીક્ષામંત્ર રૂપી સામાયિક ચારિત્રી દીક્ષા આપ્યાં બાદ સાતમે દિવસે એમને પંચ મહાવ્રત રૂપી છેદોપસ્થાપનિય ચારિત્રમાં સપિત કરવાની વિધિ બતાવવામાં આવી છે. એ મુજબ રાષ્ટ્રસંત પૂજ્યના શ્રીમુખેથી નવદીક્ષિત મહાસતીજીઓને વડી દીક્ષા અર્પણ કરીને સંયમ જીવનમાં સપિત અને પ્રસ્થાપિત કરવામાં આવશે.

વિશેષમાં ગત રવિવારે ગુરૂમુખેથી દીક્ષા અંગીકાર કરવાં થનગની રહેલાં મુમુક્ષુ આરાધનાબેન ડેલીવાળાના દીક્ષા મંડપમાં પ્રવેશ કરતાં સમયે એમના મસ્તક પર કમાન પડવાથી થયેલી ગંભીર ઈજાબાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં એમનાં મસ્તકની સર્જરી કરીને ૨૭ સ્ટીચીઝ આપવામાં આવ્યાં હતાં. તેમ છતાં, આવી ગંભીર ઈજા અને મારણાંતિક વેદનામાં પણ આરાધનાબેન મક્કમ મનોબળઅને અડગતાી એક શૂરવીરની જેમ થોડાં જ કલાકોમાં દીક્ષા ગ્રહણની તાલાવેલી સાથે દીક્ષા મંડપમાં પધાર્યાં હતાં. જિનશાસનની ગરિમાને એક નવી ઉંચાઇ પર લઈ જનારા આ નૂતન દીક્ષિત મહાસતીજી ડુંગર દરબારમાં પધારીને વડી દીક્ષાગ્રહણ કરશે એ અવસરને નિહાળવા સમગ્ર સ્થાનકવાસી સંઘ અને સમાજ આતુર બની રહ્યોછે. વડી દીક્ષાનો સમગ્રકાર્યક્રમ ડુંગર દરબાર, અમીનરોડ જંક્શન, ૧૫૦ રીંગ રોડ, જેડ બ્લુ ની સામે રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.