Abtak Media Google News

ગુજરાતમાં 27 લાખથી વધુ ખેડુતોને સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ અપાઈ

ખોરાકની ઉપલબ્ધતા, સુલભતા અને વપરાશ એ દેશના સામાજિક-આર્થિક વિકાસના ત્રણ મહત્વના આધારસ્તંભ છે. ભોજન માટેના પ્રાકૃતિક સ્ત્રોત પહેલેથી જ સંતૃપ્તિ સુધી પહોંચ્યા છે અને સતત વધી રહેલી વસ્તીને કારણે આ સ્ત્રોતો પર બોજો પડી જ રહ્યો છે. પરિણામે વધતી જતી ખાદ્ય માંગને પહોંચી વળવા માટે વૈકલ્પિક માધ્યમો શોધવા એ ખૂબ જ અનિવાર્ય બની ગયું છે. વધતી જતી ખાદ્ય માંગને પૂરી કરવા માટે સૌથી વધુ કાર્યક્ષમ અને ટકાઉ રીતો પૈકી એક છે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતી એ રાસાયણિકમુક્ત પરંપરાગત ખેતપદ્ધતિ છે, જે જમીનના સ્વાસ્થ્યને ટકાવી રાખે છે, ખોરાકમાં પોષક તત્વો જાળવી રાખે છે અને પર્યાવરણમાં સંતુલન જાળવી રાખે છે.

પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વાત કરતા વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આજે પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભરતાનો માર્ગ છે. પ્રાકૃતિક ખેતી જે એક રસાયણમુક્ત ખેતી છે, તે આપણા દેશની શક્તિમાં વધારો કરી શકે છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેના સમર્પિત પ્રયાસો કર્યા છે.

રાજ્યપાલ અને મુખ્યમંત્રીના સહિયારા પ્રયાસોના પરિણામે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ટકાવારી છેલ્લા 4 વર્ષોમાં 2425% થી વધુ વધી છે, એટલે કે વર્ષ 2019માં 35,000 ખેડૂતોથી વધીને ઓગસ્ટ 2023 સુધીમાં રાજ્યમાં 8,71,316 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રહેવાસી ખેડૂત રઘુનાથભાઈ જનુભાઈ ભોયાએ સરકાર દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી સંબંધિત તાલીમ લીધી હતી. તેઓએ સરકારની દેશી ગાયની જાળવણી માટે નિભાવખર્ચ યોજના હેઠળ પોતાની ગાય માટે વાર્ષિક ₹10,800 ની સહાય પણ મેળવી.

તેઓ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા પછી મેં ઘન-જીવામૃત બનાવવા માટે ગાયના છાણનો પાવડર, ગૌમૂત્ર અને અન્ય જૈવિક ઘટકોનો ઉપયોગ કર્યો. હું આ કુદરતી રીતે બનાવેલ ખાતરનો સંગ્રહ કરું છું અને મારા પાક માટે આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરું છું. તેનાથી મારા ખેતરની માટી અને શાકભાજીની ગુણવત્તા જાળવવામાં મદદ મળી છે અને હું વધુ સારી કમાણી કરવા માટે સક્ષમ બન્યો છું.

ઉલ્લેખનીય છે કે રઘુનાથભાઈને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019-20માં અને અન્ય એક પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જતીનભાઈ જયંતિલાલ કોળીને વર્ષ 2020-21માં શ્રેષ્ઠ  એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને જિલ્લા કક્ષાએ ₹25,000 નો ચેક પણ એનાયત કરવામાં આવ્યો છે.સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે    વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાંની કેટલીક નીચે મુજબ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.